गुजरात

જામનગર શહેરમાં ફાયર સેફ્ટી ચેકિંગ દરમિયાન ત્રણ વ્યાવસાયિક એકમોને સીલ કરાયા | Three commercial units sealed during fire safety checking in Jamnagar city



image : File photo 

Jamnagar Fire Department : જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના અમલને સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ અભિયાન અંતર્ગત સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15 જેટલા વ્યાવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ત્રણ સ્થળોએ ફાયર એનઓસીનો અભાવ હોવાનું તેમજ ફાયર સેફ્ટી સંબંધિત જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા સંબંધિત એકમોને સીલ કરવામાં આવ્યા હતા. મનપાના ફાયર વિભાગ દ્વારા અંબર સિનેમા રોડ વિસ્તાર આવેલા પીઝા પાર્લર સહિત કુલ ત્રણ વ્યાવસાયિક એકમો સામે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર એનઓસી અને અન્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોના ભંગ બદલ કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટી ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે અને જ્યાં પણ નિયમોના ભંગની વિગતો સામે આવશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button