गुजरात
જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur area

![]()
વડોદરા,જેતલપુર વિસ્તારમાં મોડીરાત્રે બેઝમેન્ટમાં કામ કરતા બે શ્રમજીવીઓ પર માટીની ભેખડ ધસી પડતા તેઓને પગ પર ઇજા થઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જેતલપુર બ્રિજ ઉતરીને અકોટા તરફ જતા સમયે એક પ્લોટમાં જૂનો બંગલો તોડી શોપિંગ સેન્ટરનું બાંધકામ શરૃ કરવામાં આવ્યુંં હતુ.આ પ્લોટની માલિકી નીરલ ચોક્સી (રહે. કર્મા લાઇફ સ્ટાઇલ બંગલો, હરણી) ની છે અને કોન્ટ્રાક્ટર ધવલ મકવાણા ( રહે. અભિલાષા ચોકડી પાસે, સમા) કોન્ટ્રાક્ટર છે. પાયાના ખોદકામ કરતા સમયે મોડીરાત્રે માટીની ભેખડ ધસી પડતા બે શ્રમજીવીઓ કાળુ ઇશ્વરભાઇ પારગી( ઉં.વ.૩૦) તથા નાટાભાઇ જસોભાઇ ભુરીયા ( ઉં.વ.૨૮) ( બંને રહે. સેવાસી કેનાલ પાસે, ગોત્રી) દબાયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેઓની હાલત સુધારા પર છે.



