गुजरात

કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ | commerce faculty of msu declares merit list for second round



વડોદરાઃ જીકાસ પરના ધાંધિયાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીએ જીકાસની જગ્યાએ પોતે જ બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે ૨૩૦૦ વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે.આ લિસ્ટને  ફેકલ્ટીના નોટિસ બોર્ડ પર અને યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે.

કોમર્સ ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, લિસ્ટ અમે જાહેર કર્યું છે પણ પ્રવેશ કાર્યવાહી જીકાસના શિડયુલ પ્રમાણે તા.૧૦ જૂનથી શરુ થશે.પહેલા રાઉન્ડની જેમ વિદ્યાર્થીઓએ  જરુરી ડોક્યુમેન્ટ સાથે આવીને ફી ભરવાની રહેશે.આ માટેની જાણકારી પણ  જાહેર કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, બીજા રાઉન્ડના લિસ્ટમાં  જેમણે  યુનિવર્સિટી અને જીકાસ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને પ્રવેશ પરીક્ષા આપી છે તેવા ૪૫ ટકા સુધીના વડોદરા શહેર અને જિલ્લાના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.પહેલા રાઉન્ડમાં ૪૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.આમ ફેકલ્ટીએ અગાઉ જાહેર કરી હતી તેના કરતા વધારે વિદ્યાર્થીઓને એફવાયબીકોમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.તેની સાથે સાથે બીકોમ ( બિઝનેસ ઓપરેશન)ની ૩૩૦ બેઠકોમાં પણ વધારો કરવામાં આવશે.જેનો સમય પણ બીકોમની સાથે સાથે સીએ કરતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાખવામાં આવશે.જેની સત્તાવાર જાહેર હવેપછી કરાશે.

પ્રવેશનું શિડયુલ

તા.૧૦ના રોજ સવારે આઠ વાગ્યાથી

તા.૧૧ ના રોજ સવરે આઠ વાગ્યાથી

તા.૧૨ના રોજ સવારે નવ વાગ્યાથી એવા વિદ્યાર્થીઓ માટે જેમણે અગાઉ નામ હોવા છતા ફી નથી ભરી

તા.૧૩ના રોજ સવારે નવ વાગ્યાથી વડોદરા બહારના એવા વિદ્યાર્થીઓ માટે જેમણે અગાઉ લિસ્ટમાં નમમ નહીં હોવા છતા ફી નથી ભરી



Source link

Related Articles

Back to top button