પરમાણુ બોમ્બ ગોદામમાંથી નીકળી રોકેટમાં લોડ ન્યુક્લિયર ભય અંગે સ્ટોકહોમ ઈસ્ટીનો ભયજનક રિપોર્ટ | Stockholm East alarming report on nuclear threat as nuclear bomb blasts out of warehouse

![]()
– દારૂગોળો તો પથરાઈ જ ગયો છે, ચિનગારી ચંપાશે તો શું થશે ?
– સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસરીસર્ચ ઇન્સ્ટિટયુટ (SIPRI)ના રિપોર્ટમાં જણાવાયું છે કે ‘શસ્ત્રો’ની સંખ્યા ઘટી છે પરંતુ તેની વિનાશકતા વધી છે
નવીદિલ્હી : દુનિયાભરમાં પરમાણુ શસ્ત્રો અંગે ચિંતા વધતી જાય છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસરીસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીપ્રી)ના નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાયે પરમાણુ દેશો પોતાનાં ‘શસ્ત્રો’ને સ્ટોરેજમાંથી કાઢી મિસાઈલ્સ, રોકેટ્સ કે અન્ય લોન્ચ સિસ્ટીમ ઉપર ફરી તૈનાત કરી રહ્યાં છે. વૈશ્વિક તંગદિલી વધી રહી છે.
એ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કદાચ ‘શસ્ત્રો’ની સંખ્યા ઘટી હશે. પરંતુ તેમની વિનાશક શક્તિ વધી રહી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ નબળી પડતી જાય છે. આ સ્થિતિ દુનિયાને એક નવાં પરમાણુ જોખમ તરફ દોરી રહી છે.
‘સીપ્રી’ જણાવે છે કે દુનિયામાં કુલ મળી આશરે ૧૨,૧૮૭ જેટલાં પરમાણુ વોર-હેડ્સ મોજુદ છે. તે પૈકી ૯,૭૪૫ વોરહેડસ્ તેવાં છે કે જે સ્ટોક-પાઈલમાં રખાયાં છે, અને જરૂર પડે તુર્ત જ કાર્યરત કરી શકાય તેમ છે.
રિપોર્ટ વધુમાં જણાવે છે કે ગતવર્ષના પ્રમાણમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા થોડી ઘટી છે. પરંતુ તે શસ્ત્રોની ઘાતકતા વધી છે.
સીત-યુદ્ધ પછી અન્ય જૂનાં શસ્ત્રોનો ઝડપભેર નાશ કરાવાઈ રહ્યાં છે. તેમ છતાં જોખમ કમ નથી થયું. કારણ કે શસ્ત્રોની ઘાતકતા વધી છે.
આ રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, દેશો વચ્ચે પ્રતિસ્પર્ધા વધી રહી છે તેથી ‘શસ્ત્ર-નિયંત્રણ-સંધિ’ કમજોર પડી ગઈ છે. રશિયા અને અમેરિકા પાસે દુનિયાનાં કુલ પરમાણુ શસ્ત્રોનો ૮૩ ટકા જેટલો જથ્થો છે. તે બંને પોતાની સીસ્ટીમને આધુનિક બનાવે છે. ચીન ઝડપભેર તેનાં પરમાણુ શસ્ત્રો અને મિસાઈલ્સ વધારી રહ્યું છે, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલ પણ પોતાના પરમાણુ કાર્યક્રમો વિસ્તારી રહ્યાં છે.
આ સંસ્થાએ કોની પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તેનો અંદાજ આપ્યો છે.
(૧) રશિયા : ૫,૦૦૦થી વધુ વોરહેડ (જાન્યુ.૨૪ પ્રમાણે ૫,૫૮૦)
(૨) અમેરિકા : ૫,૦૦૦થી વધુ વોરહેડ (જાન્યુ.-૨૪ પ્રમાણે ૫,૦૪૪)
(૩) ચીન : ૬૨૦ પરમાણુ વોરહેડ (જાન્યુ.-૨૪માં ચીન પાસે ૫૦૦ શસ્ત્રો હતાં. તેમાં બે વર્ષમાં ૧૨૦નો વધારો)
(૪) ફ્રાંસ : ૨૯૦ પરમાણુ વોરહેડ (જાન્યુ.-૨૪માં પણ તેટલાં જ હતાં)
(૫) યુકે : ૨૨૫ પરમાણુ વોરહેડ (જાન્યુ.-૨૪માં તેટલાં જ હતાં)
(૬) ભારત : ૧૯૦ પરમાણુ વોરહેડ (જે જાન્યુ.૨૪માં ૧૭૨ હતાં હજી વધી રહેવા સંભવ છે.)
(૭) પાકિસ્તાન : ૧૭૦ પરમાણુ વોરહેડ (પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો વધારી રહ્યું છે. તેમ માનવાને કારણ છે.)
(૮) ઉ.કોરિયા ૬૦ વોરહેડ (ઉત્તર કોરિયા ઝડપભેર પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે તે સર્વવિદિત છે.)
(૯) ઇઝરાયલ ૯૦ : (સંભવ છે કે તે પરમાણુ શસ્ત્રો વધારે જ છે. પરંતુ તે પરમાણુ શસ્ત્ર અમારી પાસે નથી તેમ કહે છે.)
ઉત્તર કોરિયા તો ઓનેસ્ટ છે. કીમ-જોંગ-ઊને તો તેની પરમાણુ શસ્ત્ર તથા મિસાઇલ્સ ફેકટરીઝ ખુલ્લેઆમ દર્શાવી દીધી છે.
ટૂંકમાં દારૂગોળો તો પથરાઈ જ ગયો છે. ચીનગારી ચંપાશે તો શું થશે બુદ્ધિજીવીઓને તે ચિંતા કોરી ખાય છે. તે દેશો પૈકી મોટાભાગના દેશો પાસે સુપર સોનિક કે હાઇપર સોનિક મિસાઇલ્સ પણ છે.



