દ.ફિલિપાઇન્સમાં 7.8 અંકનો ભૂકંપ 4નાં મૃત્યુ : 200ને ઈજા, સુનામીની ચેતવણી | 7 8 magnitude earthquake in southern Philippines kills 4 injures 200 tsunami warning issued

![]()
– સવારના 7-37 વાગે (સ્થાનિક સમયે) થયેલા ભૂકંપનું કેન્દ્ર બુરીયાસની દ.પશ્ચિમે ૨૪.૭ કિ.મી. દૂરનાં મીન્ડાનાઓ ટાપુમાં માત્ર ૨૨ માઈલ ઊંડે જ થયેલો આ ધરતીકંપ ભયાવહ બની રહ્યો
મનીલા : દક્ષિણ ફિલિપાઇન્સ મીન્ડાનાઓ ટાપુમાં માત્ર ૨૨ માઈલ જ ઊંડે આજે (સોમવાર) સવારે ૭.૮ અંકના ભૂકંપને લીધે ઓછામાં ઓછા ૪નાં મૃત્યુ નોંધાયા હતાં, પરંતુ મૃત્યુઆંક વધવાની ભીતિ છે. ઉપરાંત ૨૦૦થી વધુને ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોનો પણ આંક વધવાની શક્યતા છે.
પેસિફિક સુનામી વાર્નિંગ સેન્ટર (પી.ટી.ડબલ્યુ.સી.)એ આગામી ત્રણેક કલાકમાં જ સુનામી જાગવાની ચેતવણી ઉચ્ચારી છે. આ સુનામી ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, પાવા ઉ.ટાપુઓ, તાઈવાન તથા પાપુઆ ન્યૂગીનીમાં ફરી વળવાની પણ ચેતવણી આપી છે. તેના સમુદ્રતટે મોટાં મોજાં ઉછળવાની પૂરી સંભાવના છે. તેમ પણ કહ્યું છે. સાથે તે સંસ્થાએ સમુદ્રતટે રહેતાં લોકોને ઊંચાણવાળા સલામત સ્થળોએ પહોંચી જવા જણાવ્યું છે.
જાપાને પણ તેના પેસિફિક તટે સુનામી જાગવાની ચેતવણી આપી છે. તેમાં જણાવાયું છે કે સાગરતટે ૩ ફીટથી પણ ઊંચાં મોજાં ઉછળવાની ભીતિ રહેલી છે, જે દેશના કોઈ પણ સ્થળે અથડાઈ શકશે.
દરમિયાન ફિલીપીનો ઓથોરિટીએ જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ ઉપર પાકી નજર રાખી રહ્યાં છે તેમજ ધરતીકંપનો ભોગ બનેલાઓને શક્ય તેટલી સહાય પણ પહોંચાડવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ધરતીકંપને લીધે ઘણાં મકાનો પડી ગયાં છે, તેથી પણ મૃત્યુઆંક તેમજ ઇજાગ્રસ્તોની સંખ્યા વધવા સંભવ છે. સીઓલ સીટી પોલીસના માસ્ટર સાર્જંટ રોબર્ટ ડેગને, પત્રકારોને કહ્યું હતું કે અનેક મકાનો પડી ગયાં છે. અનેક પાકાં મજબૂત મકાનોમાં પણ તિરાડો પડી ગઈ છે.
સમાચારો વધુમાં જણાવે છે કે ભૂતાનમાં પણ ૫.૬નો ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. આજે સવારથી આફટર શોક્સ પણ અનુભવવામાં આવ્યા હતા. ફિલિપાઇન્સમાં તો અનેક સ્થળોએ ધરતીકંપના હળવાથી વધુ આંચકા લાગ્યા હતા. આફટર શોક્સ પણ આવ્યા હતા.



