गुजरात

કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents of tree collapse in Karelibaug Khaswadi crematorium and Gorwa area cars crushed



Vadodara : વડોદરા શહેરમાં આજે વૃક્ષ ધરાશાયી થવાના જુદા જુદા બે બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

ગઈકાલે મોડી રાતથી જોરદાર પવન ફૂંકાતો હોવાથી વૃક્ષ તૂટવાના અનેક સ્થળે બનાવ બન્યા છે. જેમાં ફાયર બ્રિગેડને બે કોલ મળ્યા હતા. આ પૈકી બહુચરાજી રોડ ખાસવાડી સ્મશાન પાસે ધોતિંગ વૃક્ષની મોટી ડાળી તૂટી પડતા એક કાર દબાઈ હતી. પરંતુ કોઈ વ્યક્તિ અંદર નહીં હોવાથી કોઈ નુકસાન થયું ન હતું. 

આવી જ રીતે ગોરવા પંચવટી રોડ ઉપર પણ એક વૃક્ષ ધરાશાય થતા રસ્તો બ્લોક થયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકી કે વેઠવી પડી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ બંને સ્થળોએ કામગીરી કરી હતી. અન્ય કેટલાક સ્થળોએ વૃક્ષની ડાળીઓ તૂટવાના બનાવ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેના ફાયર બ્રિગેડને કોલ મળ્યા નથી.



Source link

Related Articles

Back to top button