गुजरात

વાવાઝોડા ભારે વરસાદને કારણે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં : 24 કલાક એલર્ટ રહેવા સૂચના | Vadodara Corporation administration in action due to storm and heavy rain



Vadodara Corporation : વડોદરામાં ગત રાત્રે તેજ પવન સાથે ખાબકેલા વરસાદ બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કોર્પોરેશન સંચાલિત સીસીટીવી કંટ્રોલરૂમ ખાતેથી તમામ વિસ્તારો પર નજર રાખવામાં આવી હતી.

 મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મોડી રાત્રે જ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે ફાયર બ્રિગેડના મુખ્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન કમિશનરે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સીસીટીવી (CCTV) કેમેરાના લાઈવ ફૂટેજ દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પવનને કારણે ક્યાંય ઝાડ પડવાની કે પાણી ભરાવાની સમસ્યા થઈ છે કે નહીં? તેની સમીક્ષા કરી સ્ટાફને 24 કલાક એલર્ટ રહી તાત્કાલિક કામગીરી કરવાના આદેશ આપ્યા હતા.



Source link

Related Articles

Back to top button