ગુજરાતનાં 150 તાલુકામાં વાતાવારણમાં પલટો: અમદાવાદથી સુરત સુધી જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો | gujarat rainfall update pre monsoon data

Gujarat Rainfall Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક પ્રી-મોનસૂન વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેણે કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત આપી છે.
ક્યાં કેટલો વરસાદ?
અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ધંધુકા- 3.74 ઈંચ
ઉમરપાડા- 2.76 ઈંચ
ખેડા- 1.73 ઈંચ
માતર- 1.57 ઈંચ
લખતર – 1.57 ઈંચ
નડિયાદ- 1.46 ઈંચ
આ ઉપરાંત વલોડ, હસોટ, વાંસદા, ભરૂચ, માણસા, દસાડા અને વ્યારા જેવા અનેક તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠ, મહુધા અને તલોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.
મુખ્ય શહેરોની સ્થિતિ
અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી.
ગાંધીનગર: 0.59 ઈંચ
વલસાડ: 0.51 ઈંચ
વડોદરા: 0.31 ઈંચ
સુરત સિટી: 0.28 ઈંચ
અમદાવાદ સિટી: 0.20 ઈંચ




રાજ્યભરમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતો પણ વાવણી માટેના સાનુકૂળ વાતાવરણની આશા સેવી રહ્યા છે.



