गुजरात

ભાવનગરમાં 25થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કરાયાં | 25 small illegal encroachments removed in Bhavnagar



મહાપાલિકાની
દબાણ હટાવવાની કામગીરી યથાવત

લારી, ટેબલ, કેરેટ સહિતનો સામાન જપ્ત કર્યો ઃ રીક્ષા, ચકડોળને
લોક મારી ૩ હજારનો દંડ વસુલ્યો

ભાવનગર – 
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાના ગેરકાયદે દબાણ દૂર કરવાની
કામગીરી યથાવત છે
, જેના ભાગરૃપે આજે સોમવારે રપથી વધુ લારી
સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત
દંડ પણ વસુલવામાં આવ્યો હતો. 

ભાવનગર
મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા ફરિયાદના પગલે જશોનાથ સર્કલ
, તળાવ, શાકમાર્કેટ, રૃપમ, આંબાચોક,
લોખંડ બજાર, પીરછલ્લા સહિતના વિસ્તારમાં પર
જઈને અસ્થાયી દબાણો દૂર કર્યા હતા અને ૪૦ કેરેટ
, ૧  છત્રી, ૩ કપડાના થેલા,
પાટિયા, બોર્ડ, ટેબલ,
તાલપત્રી વગેરે સામાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ
અંતર્ગત મહિલા કોલેજ સર્કલ પર જઈને અડચણરૃપ અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત
કર્યો હતો. રોડને અડચણરૃપ ૪ લારી
, ૧ રીક્ષા, ૧ ચકડોળ વગેરેને લોક મારી તેમજ રૃા. ૩ હજારનો દંડ વસુલ કર્યો હતો.

મહાપાલિકાની
ટછીમે હાઈકોટ રોડ
,ભીડભંજન રોડ વગેરે વિસ્તારમાં જઈને અસ્થાયી દબાણ હટાવી ર વજન કાંટા,
૪ લારી, ૧ ટેબલ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
મહાપાલિકાની કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો અને દોડધામ મચી જવા
પામી હતી.



Source link

Related Articles

Back to top button