गुजरात

સ્ટેટ બેંકના એટીએમમાં પતરાની પટ્ટી મૂકી 10,000 ચોરી લેતો ભેજાબાજ | A thief stole 10 000 by putting a strip of paper in a State Bank ATM



Vadodara : વડોદરાના ખોડીયાર નગરની પાસે રહેતા અમિતકુમાર યાદવ વાડી ટાવર પાસે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બે વર્ષથી મેનેજર છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી બેંકની પ્રિમાઇસિસની અંદર એટીએમ આવેલું છે. જેના મેનેજર કલ્પેશકુમાર દિનેશભાઈ રાઠોડ છે જેમની ઓફિસ પેરેડાઇઝ કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે. 24 ની તારીખે રાત્રે 10:30 વાગે મને કલ્પેશ રાઠોડે ફોન કરીને જણાવ્યું છે આપણા સ્ટેટ બેંકના એટીએમમાં ગતિવિધિ થાય છે જેથી શટર બંધ કરાવી દઉં છું. મેં હા પાડતા કલ્પેશભાઈએ તેમના માણસને મોકલીને એટીએમ બંધ કરાવી દીધું હતું. 

બીજા દિવસે બેંકના ગ્રાહક નૈનેશ પટણીએ આવીને તો વાત કરી હતી કે તે કે રાત્રે 9:00 વાગે એટીએમમાંથી દસ હજાર ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કર્યું હતું પરંતુ પૈસા નીકળ્યા ન હતા અને મારા ખાતામાંથી ડેબિટ થઈ ગયા છે તેની અરજી લઈને અમે બેંકના સીસીટીવી ચેક કરતા કોઈ જાણ્યા આરોપીએ એટીએમમાં પતરાની પટ્ટી મૂકી પૈસા ઉપાડી ચોરી કર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.



Source link

Related Articles

Back to top button