પાટણા (ભાલ)માં બસ સ્ટેશનના અભાવે લોકોને ભારે હાલાકી | People are facing great hardship due to lack of bus station in Patna Bhal

![]()
મુસાફરોને
આકરા તાપમાં બસની પ્રતિક્ષા કરવી પડે છે
મુસાફરોના
હિતમાં બસ સ્ટેશનનું નવુ મકાન બનાવવામાં આવે તે અંગે રજુઆત કરાઈ
વલ્લભીપુર –
ભાવનગર-અમદાવાદ હાઈવે ઉપર વલ્લભીપુર તાલુકાના પાટણા (ભાલ)માં
બસ સ્ટેશનના મકાનના અભાવે સ્થાનિક મુસાફરોને ઉનાળાના કાળઝાળ ગરમીના માહોલમાં રોડ
પર બસની પ્રતિક્ષા કરવાનો વખત આવતા બસ સ્ટેન્ડનું નવુ મકાન બનાવવામાં આવે તેવી
લોકમાંગ ઉઠવા પામેલ છે.
પાટણા
ગામે રોડની બન્ને બાજુ પેસેન્જરોને તાપ,
વરસાદ અને ઠંડીથી રક્ષણ મળે તે માટે બસ સ્ટેન્ડ બનાવાયા હતા.રોડથી
પૂર્વ દિશામાં આવેલ બસ સ્ટેન્ડનુ મકાન પોલીસ ખાતાએ કબજે કર્યુ છે. જયારે
ભાવનગર-અમદાવાદ રોડ ફોર લાઈન બનતા રોડની પશ્ચિમ દિશાનું બસ સ્ટેન્ડનુ મકાન પાડી
દેવાયુ છે. આમ રોડની બન્ને બાજુ બસ સ્ટેન્ડ ધરાવતા તાલુકાનાં સૌથી મોટા ગામને એક
પણ બસ સ્ટેન્ડ રહ્યુ નથી. અત્રે પાટણા, ઉજળવાવ, રાજગઢ અને ચકમપરના પેસેન્જરો પણ આવે છે. બસ સ્ટેન્ડ નહી રહેતા અને રોડ
પહોળો થતા વૃક્ષો નિકળી જતા ગરમીમાં બસની રાહે પેસેન્જરોને તાપમાં ઉભા રહેવાની
સ્થિતિ સર્જાઈ છે. પોલીસ ખાતા દ્વારા ૩ વર્ષથી
કબ્જે કરેલ મકાનનો હેતુ બહાર ઉપયોગ થતો હોવા છતા તે ખાલી કરતા ન હોય મુસાફરોના
હિતમાં વહેલી તકે બસ સ્ટેશનનું નવુ મકાન બનાવવા પાટણા સે. સ. મંડળીના પ્રમુખ
નરશીભાઈ એન. ગાબાણીએ માંગ કરી છે.



