गुजरात

મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો | Husband left with mobile phone wife commits suicide fearing to be caught in love affair



Vadodara : પત્નીનો મોબાઇલ પતિ લઈને કંપનીમાં જતો રહ્યા બાદ મારો પ્રેમ સંબંધ પકડાઈ જશે તેવી બીકે પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં રહેતી 48 વર્ષની પારૂલ અર્જુનસિંહ જાદવે બપોરના સાડા બારથી અઢી વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાં મોબાઈલ ફોન ચાર્જીંગમાં મુક્યો હતો અને આ ફોન તેના પતિને જોવા મળતા તે લઇને કંઇ પણ કહ્યા વગર કંપનીમાં જતો રહ્યો હતો.

 દરમિયાન પરિણીતાને તેના પ્રેમ સબંધ બાબતે પતિને ખબર પડી ગયેલ હોવાનું લાગતા અને પતિ તેને ઠપકો આપશે તેવું મનમાં લાગી આવતા અનાજમાં નાખવાની ઝેરી દવા (સેલફોસ) પી લેતા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નિપજ્યું હતું.



Source link

Related Articles

Back to top button