गुजरात

ગુજરાત યુનિવર્સિટીની મોટી પહેલ: અમદાવાદમાં શરૂ થશે દેશનું પ્રથમ આર્કિયોલોજી અને હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ! | Gujarat University to Launch India s 1st Archaeology and Heritage Institute



Gujarat University new institute: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષના બજેટ પહેલા સરકારને અમદાવાદમાં હેરિટેજ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ આર્કિયોલોજી ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સરકારે સ્વીકારતા યુનિ.ને આ સંસ્થા સ્થાપવા મંજૂરી આપી છે અને આ સંસ્થા માટેના કુલ 36.21 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સામે હાલ 10.86 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવા ઠરાવ કર્યો છે. આ ઈન્સ્ટિટ્યૂટ દેશની પ્રથમ આ પ્રકારની સંસ્થા હશે.

અમદાવાદમાં દેશની અનોખી ઈન્સ્ટિટ્યૂટ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં પ્રથમ સરકારી ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી, હેરિટેજ મેનેજમેન્ટ, આર્કિયોલોજી એન્ડ લાઈફ લોન્ગ લર્નિંગ શરૂ કરાશે. આ ઈન્સ્ટિટ્યૂટ યુનિ.દ્વારા અંધજન મંડળ પાસેની પોતાની જગ્યા (મેદાન) ખાતે સ્થાપવામાં આવશે. આ ઈન્સ્ટિટ્યૂટના બાંધકામ સહિતનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 36.21 કરોડ રૂપિયા નક્કી કરાયો છે. જેમાંથી સરકારે હાલ 10.86 કરોડની જોગવાઈને શરતોને આધીન ખર્ચ કરવાની વહીવટી મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

સરકારી ઠરાવમાં મુકાઈ કડક શરતો

સરકાર દ્વારા આ વહીવટી મંજૂરી માટે કરાયેલા ઠરાવમાં જુદી જુદી શરતો પણ મુકાઈ છે. જે મુજબ યુનિ.એ બાંધકામના નકશા-અંદાજો તૈયાર કરી સક્ષમ અધિકારીની ટેકનિકલ મંજૂરી મેળવવાની રહેશે. ઉપરાંત બાંધકામ ડીઝાઇન માર્ગ અને મકાન વિભાગ પાસે અથવા નિયત સંસ્થા પાસેથી તૈયાર કરાવવાની રહેશે. અન્ય વન-પર્યાવરણ સહિતની તમામ મંજૂરીઓ લેવાની રહેશે. આ સંસ્થા અંગે ગુજરાત યુનિ.ના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલ દેશમાં આ પ્રકારની કોઈ પણ સરકારી કે ખાનગી સંસ્થા નથી.

આ પણ વાંચો: ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર

આર્કિયોલોજી સાથે જોડાશે હોટેલ મેનેજમેન્ટ

હાલ માત્ર હોટેલ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સંસ્થા હોય છે. પરંતુ ગુજરાત યુનિ. દ્વારા શરૂ થનારી આ સંસ્થામાં આર્કિયોલોજી સાથે હોટેલ મેનેજમેન્ટને જોડાશે. આ ઈન્સ્ટિટ્યૂટમાં આર્કિયોલોજી, હોસ્પિટાલિટી, હોટેલ મેનેજમેન્ટ તથા મ્યુઝિયોલોજી એન્ડ લાઈફ લોન્ગ લર્નિંગ સહિતના 5 કોર્સીસ ભણાવાશે. આ પ્રથમ એવી સંસ્થા બનશે. જેમાં આર્કિયોલોજી સાથે હોટેલ મેનેજમેન્ટને જોડાશે. સરકાર દ્વારા 36.21 કરોડની ગ્રાન્ટ કુલ ત્રણ હપ્તામાં અપાશે.



Source link

Related Articles

Back to top button