गुजरात

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten stripped naked and filmed naked



વડોદરા, મિત્રનો પડાવી લીધેલો મોબાઇલ ફોન પરત માગતા યુવક પર છ આરોપીઓ તૂટી પડયા હતા. યુવકનું ટુ વ્હિલર  પર અને ત્યારબાદ કારમાં અપહરણ કરી લઈ જઈ આરોપીઓએ માર મારી નગ્ન વીડિયો  પણ ઉતાર્યો હતો. જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સનફાર્મા રોડ વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષના યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  જણાવ્યું છે કે,૧૦ મહિના પહેલા મારા મિત્રનો મોબાઇલ ફોન જબરજસ્તીથી નીલ નામના યુવકે  લઇ લેતા બોલાચાલી થઇ હતી. નીલ સાથેના પ્રતિકસિંઘે  મને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. 

૭ મી તારીખ રાત્રે સાડા બાર વાગ્યે સનફાર્મા રોડ ઉપર આકાશ થાપા અને મિશ્રા મને મળ્યા હતા. તે પ્રતિકસિંઘભાઇ પાસેથી મોબાઇલ કેમ માગ્યો, તેવું કહી મારી સાથે ઝઘડો કરી તેમના ટુ વ્હિલર પણ વચ્ચે બેસાડીને બળજબરીથી  સનફાર્મા રોડ રિંગ સર્કલ પાસે ગયા હતા. ત્યાંની નીલ સહાની, પ્રતીક સિંઘ તથા અન્ય આરોપીઓ હાજર હતા. કારમાંથી ડંડો કાઢી મારા પર હુમલો કર્યા પછી  તેની કારમાં બેસાડી મને માર વધુ માર્યો હતો. ત્યારબાદ તેઓ મને કારમાં બેસાડી પ્રતિકસિંઘની દુકાન પાસે લઈ ગયા હતા અને મારા કપડાં કાઢી વાળ પકડી માર માર્યો હતો. તમામ આરોપીઓ ભેગા થઇને મારો નગ્ન વીડિયો પણ ઉતાર્યો હતો. આરોપીઓએ મારો મોબાઈલ તથા પર્સમાંથી બે હજાર રૃપિયા કાઢી લીધા હતા અને ત્યારબાદ મને કારમાં બેસાડી પાછો ભીમ તળાવ ચોકડી પાસે છોડી દીધો હતો. પ્રતીકસિંઘે મને ધમકી આપી હતી કે, તું પોલીસ કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશ.

ઝઘડાનું મૂળ કારણ વ્યાજના રૃપિયા હોવાની શંકા

વડોદરા,


આ ઝઘડાનું મૂળ વ્યાજના રૃપિયાનું હોવાની વિગતો જાણવા મળી છે. એક ફાયનાન્સરે વ્યાજે આપેલા રૃપિયા સમયસર નહી ચૂકવાતા હુમલો થયો હતો. ફાઇનાન્સર અને આ ગુનામાં સામેલ એક આરોપી સામે અગાઉ પણ ગુનાઓ દાખલ થયા છે. અટલાદરા પોલીસ આ અંગે કંઇ કહેવા તૈયાર નથી.



Source link

Related Articles

Back to top button