दुनिया

ચીન સામે યુરોપ મોટા પાયે તૈયારીઓ કરી રહ્યું છે : ‘ડમ્પીંગ-વાળાં’ ખેલનો હિસાબ-કિબાત થઈ રહ્યો છે | Europe is making massive preparations against China: ‘Dumping’ players are being held accountable



– ચીન-અમેરિકા વચ્ચે સમજૂતી થઈ શકી નથી : હજી સુધી અમેરિકાથી નારાજ યુરોપ અચાનક ચીન વિરૂધ્ધ એક પછી એક પગલાં લઈ રહ્યું છે

નવી દિલ્હી : યુરોપીય સંઘના સભ્ય દેશોના એક ગઠબંધને ચીનની ડમ્પીંગ નીતિનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં આપાત કાલીન – ટેરિફને ઝડપભેર લાગુ કરવા, વ્યાપક વ્યાપારી સલામતિના ઉપાયો તથા સ્થાપિત નિયમોનાં ઉલ્લંઘન અંગે કાર્યવાહી કરવાનો અધિકાર પણ સામેલ છે.

યુરોપીય સંઘની થોડા દિવસો પહેલા બુ્રસેલ્સમાં ચીન-કેન્દ્રિત મળેલી મીટીંગમાં એક દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે યુરોપીય સંઘે સીસ્ટેમિટક અને સ્ટ્રકચરલ ઇંડસ્ટ્રીલ ડમ્પીંગ સામે આક્રમક નીતિ અપનાવવી પડશે.

આ મીટીંગમાં સ્પેન, ઇટાલી, નેધરલેન્ડસ, ફ્રાંસ અને લિથુઆનિયા સહિત યુરોપીય સંઘના તમામ દેશોએ હસ્તાક્ષરો કર્યા હતા.

જો કે હજી સુધી આ દસ્તાવેજ જાહેરમાં મુકાયો નથી પરંતુ તેની સૌથી પહેલી માહિતી ફાયનાન્શ્યલ ટાઇમ્સે આપી હતી. આ દસ્તાવેજમાં ઉત્પાદન-દર તથા ઉત્પાદન એન્ટી ડમ્પીંગ બાબતો ઉપરાંત સેકટરવાઇઝ ડમ્પીંગ સામે યુરોપીય સંઘે અધિક આક્રમક વલણ લેવાનું જણાવવામાં આવ્યું છે. તેની કલમોમાં આયાતમાં થયેલી અચાનક વૃધ્ધિથી યુરોપીય દેશો ચિંતિત બન્યા છે. તેથી ભારે ટેરિફ લગાડવાના નિર્ણય પર આવ્યા છે. કારણ કે તેથી સ્ટીલ તથા ધાતુ ઉદ્યોગોને તો ભારે ફટકો પડવા સંભવ છે. હવે શુક્રવારે પણ યુરોપીય સંઘની બેઠક મળશે. તેની અધ્યક્ષતા યુરોપીય સંઘના પ્રમુખ ઉર્સુલા – વોન – ડેર – લેયેન કરશે.

ફ્રાંસના પ્રમુખ ઇમૈનુએલ મૈક્રોંએ શુક્રવારે જ યુરોપીય કાનૂન ૩૦૧ નો અમલ કરવા અનુરોધ કર્યો હતો. જે અણેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરૂધ્ધ અમલી કર્યો છે. હજી સુધી અમેરિકાથી નારાજ યુરોપીય સંઘે અમેરિકાને અનુસરવાનું કહ્યું છે. અને ચીન અંગેની નીતિમાં આમૂલ પરિવર્તન કરવા કહ્યું છે.



Source link

Related Articles

Back to top button