दुनिया

‘ઇરાને સમૃધ્ધ યુરેનિયમ આપી દેવું જોઈએ અથવા તેનો નાશ કરવો જોઈએ’ : ડોનાલ્ડ ટ્રમ્પ | ‘Iran must be given enriched uranium or destroyed’: Donald Trump



– એક તરફ અમેરિકા-ઇરાન યુધ્ધ વિરામ મંત્રણા ચાલે છે : ત્યારે ટ્રમ્પ મધ્યસ્થીઓને અબ્રહામ-એકોર્ડમાં જોડાવા અનુરોધ કરે છે

વોશિંગ્ટન : એક તરફ અમેરિકા-ઇરાન યુધ્ધ વિરામ મંત્રણા ચાલી રહી છે, ત્યારે પ્રમુખ ટ્રમ્પે ઇરાનને તેનું સમૃધ્ધ યુરેનિયમ અમેરિકાને સોંપી દેવા અથવા તેનો નાશ કરવા અનુરોધ કર્યો હતો. સાથે સ્પષ્ટતા પણ કરી હતી કે, તે સમૃધ્ધ યુરેનિયમનો નાશ જ કરવાના હોય તો તે આંતરરાષ્ટ્રીય દેખરેખ નીચે અને સર્વસંમત સ્થળે તેનો નાશ કરવો જોઈએ.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, અબ્રહામ એકોર્ડને વિસ્તૃત કરવો અનેતેમાં ઇરાન પણ જોડાઈ શકે.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે સૌથી વધુ ભાર તેમના ટ્રૂથ- સોશ્યલ પર લખ્યું હતું કે, ઇરાને તેનું સમૃધ્ધ યુરેનિયમ તત્કાળ અમેરિકાને સોંપી દેવું એવી જગ્યાએ તેનો નાશ કરવો જોઈએ જે ઇન્ટરનેશનલ- એટમિક એનર્જી કમીશન કે તેની સમાન કોઇ સંસ્થાની નજર નીચે થવું જોઇએ.

અબ્રહામ-એકોર્ડ તે આરબ દેશો અને ઇઝરાયલ વચ્ચે થયેલી સંધિ છે. યુએઇ અને બહેરિન આ એકોર્ડના સભ્યો છે. સાથે ટ્રમ્પ તેમ ઇચ્છે છે કે તેમાં સઉદી અરબસ્તાન, કતરા, તૂર્કી, પાકિસ્તાન, ઇજીપ્ત અને જોર્ડન પણ જોડાય અને તે દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરે.

ડોનાલ્ડ ટ્રમ્પની આ બધી ભવ્ય વાતો સાથે હોર્મુઝ અને ઇરાન ઉપર પ્રચંડ હુમલા કરવાની ધમકીઓ તો બીજી તરફ સમૃધ્ધ યુરેનિયમનો જથ્થો વધારવાનો તેનો નિર્ણય અને હોર્મુઝ પરનાં સાર્વભૌમત્વનો તેનો દાવો મંત્રણા ગૂંચવે છે. તો બીજી તરફ ઇરાન કહે છે મિસાઇલ્સ ઉત્પાદન ઉપર અંકુશ મુકવાની અમેરિકાની શર્ત તથા હોર્મુઝ ઉપરનું સાર્વભૌમત્વ પડતું મુકવાની અમેરિકાની શર્ત, મંત્રણાને વધુ ગૂંચવે છે.

ટૂંકમાં આમાં કૈં વળવાનું નથી. મહાયુધ્ધના ભણકારા વાગે છે. તેમ વિશ્લેષકો કહે છે.



Source link

Related Articles

Back to top button