ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં અકસ્માત કર્યો | Door to door vehicle driver caused accident while under the influence of alcohol

![]()
વડોદરા,ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવરે દારૃના નશામાં કારચાલકને ટક્કર મારી હતી. જેના પગલે લોકોએ તેને ઝડપી પોલીસને સુપરત કરી દીધો હતો.
વારસિયા રિંગ રોડ પર ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે આગળ જતી કારને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેના કારણે લોકો ઉશ્કેરાયા હતા અને ગાડી ઊભી કરાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઇને કચરાની ગાડીના ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, હે.કો.રિયાઝભાઇએ અન્ય પોલીસ સ્ટાફ મારફતે કચરાની ગાડી અને ડ્રાઇવરને પોલીસવાનમાં બેસાડીને વારસિયા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પોલીસે ગ્રીન ગ્લોબ વેસ્ટ હેન્ડલિંગ પ્રા.લિ.ના કોન્ટ્રાક્ટર જયેશ વિભાભાઇ ભરવાડ (રહે. ભરવાડ વાસ, આજવારોડ) ને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યારે ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવર મુકેશ માનસિંગભાઇ ડામોર (રહે. રાજીવનગર -૨, ખોડિયારનગર ચાર રસ્તા પાસે, ન્યુ વી.આઇ.પી.રોડ) ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.



