दुनिया

અમેરિકામાં વ્હાઇટ હાઉસના ચેકપોઇન્ટ પાસે ગોળીબાર, હુમલાખોર યુવક ઠાર | Shooting near White House checkpoint in America attacker killed



– ટ્રમ્પની બેઠક ચાલી રહી હતી ને ગોળીબાર થયો

– પોતાને ઇસુ ગણાવતા હુમલાખોર યુવકે વર્ષમાં ત્રણ વખત વ્હાઇટ હાઉસમાં ઘૂસવા પ્રયાસ કર્યો, ધરપકડ થાય તેવુ ઇચ્છતો હતો.

– માર્યો ગયેલો યુવક અમેરિકાનો જ રહેવાસી, માનસીક રીતે બીમાર હોવાનું કોર્ટના દસ્તાવેજોમાં ખુલ્યું

વોશિંગ્ટન: અમેરિકામાં વ્હાઇટ હાઉસના સુરક્ષા ચેકપોઇન્ટ પાસે ગોળીબાર થયો હતો, બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને પગલે ગોળીબાર કરનાર શખ્સ સ્થળ પર જ માર્યો ગયો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આસપાસ ગોળીબારની તાજેતરમાં આ ત્રીજી ઘટના છે. ગોળીબારની આ ઘટનાને પગલે સમગ્ર વ્હાઇટ હાઉસની સિક્યોરિટી એલર્ટ કરી દેવામાં આવી હતી.  

અમેરિકન સિક્રેટ સર્વિસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સાંજે છ વાગ્યે વ્હાઇટ હાઉસની ૧૭મી સ્ટ્રીટ પર પેનસિલ્વેનિયા એવેન્યૂ વિસ્તારમાં આ ઘટના બની હતી, એક યુવક આ વિસ્તારમાં આવ્યો અને પોતાની બેગમાં રહેલી બંદુક કાઢીને ગોળીબાર કરવા લાગ્યો હતો. સુરક્ષાકર્મીઓ તાત્કાલીક એલર્ટ થઇ ગયા હતા અને હુમલાખોર સામે જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામસામે થોડા સમય માટે ગોળીબાર થયો હતો જોકે અંતે હુમલાખોર યુવક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો, તેથી તેને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.  હુમલાખોર ૨૧ વર્ષીય યુવકનું નામ નસીરે બેસ્ટ છે જે અમેરિકાના મેરિલેન્ડનો રહેવાસી છે.  

આ પહેલા બેસ્ટ નામના આ યુવકની ગયા વર્ષે જૂલાઇ મહિનામાં પણ ધરપકડ થઇ ચુકી છે. તે સમયે પણ તેણે વ્હાઇટ હાઉસમાં ઘૂસવા પ્રયાસ કર્યો હતો અને પોતાને ખ્રિસ્તીઓના ઇશ્વર ઇસુનો અવતાર ગણાવ્યો હતો અને પોતાની ધરપકડ થાય તેવુ પણ ઇચ્છતો હતો. કોર્ટના જુના દસ્તાવેજો મુજબ આ યુવક માનસિક રીતે બીમાર હતો, તેણે ૨૬ જૂન ૨૦૨૫માં અને પછી ૧૦ જુલાઇ ૨૦૨૫માં પણ વ્હાઇટ હાઉસમાં બે વખત ઘૂસવા પ્રયાસ કર્યો હતો, આ તેનો ત્રીજો પ્રયાસ હતો પણ અંતે તે માર્યો ગયો હતો. 

જ્યારે ગોળીબારની આ ઘટના બની ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ગુપ્ત બેઠક યોજી રહ્યા હતા. 



Source link

Related Articles

Back to top button