લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves him within 15 days of marriage

![]()
વડોદરા, લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની પિયર જતી રહેતા આવેશમાં આવેલા પતિએ ગળા ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એલ એન્ડ ટી સર્કલ પાસે જલારામનગર – ૨ માં રહેતા રોહિત જગદીશભાઇ પાદરીયા (ઉં.વ.૨૩) મજૂરી કામ કરે છે. ગળા ફાંસો ખાતા તેનું મોત થયું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, લગ્નના ૧૫ દિવસમાં પત્ની જતી રહેતા લાગી આવતા તેેણે ૧૪ મી તારીખે ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો આવી જતા તેને નીચે ઉતારી સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ, તેનું ગઇકાલે રાત્રે મોત થયું હતું.
જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, છાણીગામ બજરંગનગરમાં રહેતા હિતેશભાઇ હરજીભાઇ ભીમાણીએ મોડીરાત્રે ઘરે દવા પી લેતા તેમની તબિયત બગડતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આર્થિક સંકડામણના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.



