गुजरात

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત | amreli lathi state highway accident alto car bus collision three dead


Amreli News: અમરેલી જિલ્લાના લાઠી નજીક આવેલા કેરાળા ગામ પાસે આજે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર એક ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલી આ ભીષણ ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર ૩ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

અમરેલી-લાઠી સ્ટેટ હાઇવે પર અકસ્માત

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામની સીમ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે, કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર ૩ કમનસીબ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની આ ભયાનક ઘટનાના પગલે હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચો : અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

પોલીસ કાફલો ઘટનાસ્થળે, તપાસ શરૂ

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. લાઠી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કરાવીને હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોના શબને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત 2 - image



Source link

Related Articles

Back to top button