गुजरात

બોટાદમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનુ વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી | Strict action against people selling adulterated edible oil in Botad



ફુડ
એન્ડ ડ્રગ્સના અધિકારી દ્વારા પરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરી

બોટાદ
એલસીબીએ ખાદ્યતેલના ડબ્બા નં. ૫૬૧ રૃ. ૧૬.૧૧નો જથ્થો કબ્જે લીધો

બોટાદ
–  બોટાદ શહેરના પાંજરાપોળ રોડ પર
આવેલ ધર્મનંદન કોમ્પલેક્ષની દુકાન નં. ૨૫ રાજ કોકોનેટમાંથી વિવિધ બ્રાન્ડના
શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ખાદ્યતેલના ડબ્બા નંગ-૫૬૧ રૃ. ૧૬
,૧૧,૩૫૦ નો જથ્થો બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.

બોટાદ
એલસીબીના સ્ટાફને હકીકત મળેલ કે
,
બોટાદ શહેરના પાંજરાપોળ રોડ પર આવેલ ધર્મનંદન કોમ્પ્લેક્ષમાં
ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નં. ૨૫
, ‘રાજ કોકોનેટનામની દુકાન અને તેની સંલગ્ર સ્ટોરેજ દુકાનમાં, તેના
સંચાલક રોમલભાઈ સુલ્તાનભાઈ હસનાણી સુલતાનભાઈ નુરદિનભાઈ હસનાણી
,(રહે. પાળીયાદ રોડ, કળશ રેસીડેન્સી, તા.જી. બોટાદ) પોતાના આથક લાભ ખાતર સામાન્ય જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડા
કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના ઇરાદાથી
, અન્ય જિલ્લાઓ
ખાતેથી ગેરકાયદે રીતે તૈયાર થયેલા
, સસ્તા પામોલીન તેલની
મેળવણીવાળા અને પ્રખ્યાત બ્રાન્ડના નકલી લેબલો તથા માકગવાળા તૈયાર તેલના ડબ્બાઓ
બારોબાર વાહનો મારફતે મંગાવી
, અહીં માત્ર તેનો ગેરકાયદે
સંગ્રહ કરી રાખી અને આ નકલી તેલના ડબ્બાઓ સ્થાનિક બજારમાં અસલી અને શુદ્ધ ખાદ્યતેલ
હોવાની ખોટી રજૂઆત કરી ઊંચા ભાવે વેચવાની પ્રવૃત્તિ અત્યારે સ્થળ પર ચાલુ છે.જે
બાતમીના આધારે દરોડો કરી અલગ અલગ પ્રકારોના તેલના પતરાના સીલબંધ ડબ્બા નંગ-૫૬૧ કુલ
રૃ.૧૬
,૧૧,૩૫૦ નો મુદામાલ કબ્જે કરવામાં
આવેલ તથા દુકાન સીલ કરી ફુડ એન્ડ ડ્રગ્સ ના અધિકારી મારફતે સત્તાવાર પરીક્ષણ કરાવી
આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.



Source link

Related Articles

Back to top button