दुनिया

કાઉન્ટડાઉન શરૂ : US-ઈરાન વચ્ચે સમજૂતી થવાની પ્રબળ શક્યતા : મધ્યસ્થી માટે બે દેશોની ટીમો તહેરાન પહોંચી | US Iran Peace Treaty Draft Ready Pakistan Qatar Mediate Hostilities Ceasefire In Tehran



US Iran Peace Agreement Draft : મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટેના સંભવિત સમજૂતીનો આખરી ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ બંને દેશો સમજૂતી અંગે ટૂંક સમયમાં જ આખરી નિર્ણય લે તેવી પ્રબળ શક્યતા છે. આ શાંતિ કરારને સફળ બનાવવા માટે પાકિસ્તાન અને કતર મહત્વની મધ્યસ્થ ભૂમિકા ભજવી રહ્યા છે. બીજીતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતી પહેલા ઈરાનને ચેતવણી પણ આપી છે.

કડક દબાણના કારણે ઈરાન સમજૂતી કરવા આતુર : ટ્રમ્પ

બંને દેશો વચ્ચે સમજૂતી થાય તે પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધતા અમેરિકી સેનાના સૈન્ય અભિયાનો પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્રમક વલણ સાથે જણાવ્યું કે, કડક આર્થિક પ્રતિબંધો અને સૈન્ય દબાણને કારણે ઈરાન અત્યારે અમેરિકા સાથે નવો શાંતિ કરાર કરવા માટે આતુર છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી કે, અમેરિકા ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ હથિયાર મેળવવા નહીં દે અને ઈરાન સામે કરાયેલી સૈન્ય કાર્યવાહી સંપૂર્ણપણે યોગ્ય હતી.

પાકિસ્તાન અને કતરની ટીમો ઈરાન પહોંચી

શાંતિ સમજૂતીના ડ્રાફ્ટને આખરી ઓપ આપવા માટે પાકિસ્તાનના સૈન્ય વડા ફીલ્ડ માર્શલ આસિમ મુનીર તેહરાન પહોંચ્યા છે, જ્યાં તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ, રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે બેઠક કરે તેવી આશા છે. બીજી તરફ, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ તેહરાનમાં ઈરાની વિદેશ મંત્રી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ કમાન્ડરો સાથે 24 કલાકમાં બીજી વખત મુલાકાત કરીને સઘન ચર્ચા કરી છે.

આ ઉપરાંત, કતરની એક ખાસ વાટાઘાટ સમિતિ પણ તેહરાન પહોંચી છે. ઈરાન સરકારે આ મંત્રણા માટે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈને નવી જવાબદારી સોંપી છે. આ ડ્રાફ્ટને ઈરાન તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ અમેરિકા તરફથી સત્તાવાર મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 

આ પણ વાંચો : Explainer: યુદ્ધ પૂરું થઈ જાય, તો પણ સસ્તું ઓઈલ-ગેસ મેળવવામાં 2027 આવી જશે, સમજો સંપૂર્ણ ગણિત

શાંતિ કરારના ડ્રાફ્ટની મુખ્ય શરતો

  • અલ અરેબિયા અને અન્ય ન્યૂઝ એજન્સીઓના અહેવાલો અનુસાર, સૂચિત શાંતિ કરારમાં નીચેની બાબતો પર સહમતિ સધાઈ છે:
  • જમીન, સમુદ્ર અને આકાશ સહિતના તમામ મોરચે તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે.
  • બંને દેશો એકબીજાના સૈન્ય, નાગરિક કે આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવશે નહીં.
  • સૈન્ય ઓપરેશન્સની સાથે-સાથે મીડિયા દ્વારા ચલાવવામાં આવતા પ્રોપેગેન્ડા (મીડિયા યુદ્ધ) પર પણ રોક લગાવવામાં આવશે.
  • પરસ્પર સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવશે અને આંતરિક બાબતોમાં દખલગીરી બંધ કરાશે.
  • વ્યાપારિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગ (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ), અરેબિયન ગલ્ફ અને ઓમાનની ખાડીમાં જહાજોની અવરજવર સંપૂર્ણપણે મુક્ત રાખવાની ગેરંટી અપાશે.
  • કરારના નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવા અને ભવિષ્યના મતભેદો ઉકેલવા માટે એક ‘જોઈન્ટ મોનિટરિંગ સિસ્ટમ’ (સંયુક્ત તંત્ર) બનાવવામાં આવશે.

બાકીના મુદ્દાઓ પર આગામી 7 દિવસમાં થશે બેઠક

બાકી રહેલા અન્ય મુદ્દાઓ પર આગામી સાત દિવસમાં વાટાઘાટો શરૂ કરવામાં આવશે. ઈરાન આ શરતોનું પાલન કરે તેના બદલામાં અમેરિકા તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો ધીમે-ધીમે હટાવી લેશે.

આ પણ વાંચો : સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો



Source link

Related Articles

Back to top button