दुनिया

ખુફિયા વિભાગના વડા તુલસી ગબાર્ડે ટ્રમ્પને આપ્યો ઝટકો, કારણ સાથે પદ પરથી આપ્યું રાજીનામું | Tulsi Gabbard Resigns From Trump Cabinet As National Intelligence Director Due To Husbands Illness



Tulsi Gabbard Resign From Donald Trump Cabinet : અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને એક મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ કેબિનેટના મહત્વના સભ્ય અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગબાર્ડે આ નિર્ણય તેમના પતિના સ્વાસ્થ્યના કારણે લીધો હોવાનું સામે આવ્યું છે.

ઓવલ ઓફિસમાં રાજીનામાની જાહેરાત કરી

શુક્રવારે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં યોજાયેલી એક બેઠક દરમિયાન તુલસી ગબાર્ડે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના આ નિર્ણય વિશે માહિતગાર કર્યા હતા. નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે તેમનો છેલ્લો દિવસ 30 જૂન રહેશે.

આ પણ વાંચો : કાઉન્ટડાઉન શરૂ : US-ઈરાન વચ્ચે સમજૂતી થવાની પ્રબળ શક્યતા : મધ્યસ્થી માટે બે દેશોની ટીમો તહેરાન પહોંચી

પતિની ગંભીર બીમારીના કારણે લીધો નિર્ણય

ફોક્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, તુલસી ગબાર્ડે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, “તમે મારા પર ભરોસો મૂક્યો અને છેલ્લા દોઢ વર્ષથી રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક કચેરી (ODNI) નું નેતૃત્વ કરવાની જે તક મને આપી, તે બદલ હું હૃદયપૂર્વક આભારી છું. પરંતુ કમનસીબે મારે મારું રાજીનામું આપવું પડી રહ્યું છે, જે ૩૦ જૂન ૨૦૨૬થી અમલી બનશે. મારા પતિ અબ્રાહમને તાજેતરમાં જ હાડકાના કેન્સરની એક અત્યંત દુર્લભ બીમારી હોવાનું નિદાન થયું છે.”

પતિને કેન્સર સામેની લડાઈમાં સાથ આપવો છે : ગબાર્ડ

તેમણે પત્રમાં વધુમાં લખ્યું છે કે, ‘આગામી અઠવાડિયોમાં મારા પતિએ ઘણી મોટી અને મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે. આ સમયે જાહેર સેવાઓથી દૂર રહીને મારે તેમની સાથે રહેવું અને આ લડાઈમાં તેમનો સાથ આપવો ખૂબ જ જરૂરી છે. અમારા લગ્નને અગિયાર વર્ષ થઈ ચૂક્યા છે અને અબ્રાહમ હંમેશા મારા માટે એક મજબૂત સ્તંભ રહ્યા છે.’

આ પણ વાંચો : Explainer: યુદ્ધ પૂરું થઈ જાય, તો પણ સસ્તું ઓઈલ-ગેસ મેળવવામાં 2027 આવી જશે, સમજો સંપૂર્ણ ગણિત



Source link

Related Articles

Back to top button