गुजरात

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | fraudulent money to be deposited in the bank account of a youth from Botad



લોન અપાવવાના નામે યુવક પાસેથી એકાઉન્ટની કીટ મેળવી લીધી

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અમદાવાદના ત્રણ ઈસમ સામે ફરિયાદ

ભાવનગરલોન અપાવવાના નામે બોટાદના યુવક પાસેથી બેંક એકાઉન્ટની વિગત
અને ડોક્યુમેન્ટની કીટ મેળવી સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં યુવકના એકાઉન્ટમાં જમા
કરાવી યુવક પાસે પૈસા ઉપાડાવનારા અમદાવાદના ત્રણ શખ્સો સામે બોટાદ સાયબર ક્રાઈમ
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મુળ સુરન્દ્રનગરના વતની હાલ બોટાદમાં રહેતા અને વડોદરા ખાતે જ્વેલર્સની
દુકાનમાં નોકરી કરતા કશ્યપ ક્રિષ્નકુમાર પરમારે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં
રવિકુમાર રામોલીયા
, સચિન વોરા અને અભિષેક માથુકીયા (તમામ રહે.અમદાવાદ) સામે
ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને નાણાંની જરૃર હોવાથી તેમના મિત્ર લાલાની મારફત
ઉક્ત રવિ રામોલીયાના સંપર્કમાં આવ્યા હતા અને તેણે તેમની બેંક એકાઉન્ટ કિટ મેળવી
લીધી હતી અને લોન પ્રોસેસ કરી હતી અને ફોન કરું ત્યારે નાણાં લેવા આવજો તેમ કહી
તેમના બેંકના ડોક્યુમેન્ટ પરત આપ્યા નહોતા અને ગત તા.૧૯-૫ના રોજ રવિએ તેમને ફોન
કરી લોન પાસ થઈ ગઈ હોય નાણાં લેવા અમદાવાદ બોલાવ્યા જ્યાં તેમની સચિન અને અભિષેક
સાથે ઓળખાણ કરાવી હતી. જે બાદ લાલ દરવાજા એસબીઆઈ બેંકમાંથી રૃ.૩.૯૦ લાખ ઉપડાવી આ
નાણાં સાયબર ફ્રોડના હોવાનું તેમને જણાવ્યું હતું. આમ
, ઉક્ત
ઈસમોએ અન્ય લોકો સાથે સાયબર ફ્રોડથી નાણાં તેમના એકાઉન્ટમાં લોન અપાવવાના બહાને
જમા કરાવી તેમની સાથે વિશ્વાસઘાત અને સાયબર ફ્રોડ બનનાર લોકો સાથે છેતરપિંડી
ઠગાઈથી નાણાં મેળવી સગેવગે કર્યાં હતા. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડી અંગેની શંકા જતાં પોલીસને જાણ કરી

બેંકના ડોક્યુમેન્ટની કિટ રવિને આપ્યા બાદ કશ્યપભાઈને બેંક એકાઉન્ટ ભાડે
લઈને સાયબર ફ્રોડના નાણાં સગેવગે થઈ રહ્યાં હોવાની શંકા જતાં રવિ પાસે ડોક્યુમેન્ટ
પરત માંગ્યા હતા. પરંતુ તારા કોઈ ડોક્યુમેન્ટ પાછા મળશે નહી
, અમારે
તારા બેંક એકાઉન્ટની જરૃર હોય તારા ખાતામાં જે નાણાં જમા થશે તે અમે ઉપાડી તને
તારું કમિશન મળી જશે તેમ કહેતા તેમને ના પાડતા ડોક્યુમેન્ટ લેવા બોલાવીશ તેમ રવિએ
જણાવતા બાદમાં તેમણે પોલીસને જાણ કરી હતી.



Source link

Related Articles

Back to top button