गुजरात

SMCએ વડોદરામાં દારૃના નેટવર્ક પર સપાટો બોલાવતાં ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિન્ધી પકડાયો | Lalu Sindhi who was running a liquor network was caught in Vadodara



વડોદરાઃ વડોદરામાં લિકર કિંગ તરીકે ઓળખાતો લાલુ સિન્ધી આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો છે.લાલુ સામે અગાઉ પણ અનેક કેસો નોંધાયેલા હોવા છતાં દારૃના નેટવર્કમાં વારંવાર તેનું નામ બહાર આવ્યું હતું.

વડોદરામાં દારૃનું મોટેપાયે નેટવર્ક ચલાવતી ગેંગ સામે સ્ટેટ મોનિટરિંગ સેલે લાલઆંખ કરતાં ત્રણ મહિના પહેલાં જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૃ.૩૮ લાખનો દારૃ પકડાયો હતો.જ્યારે,ત્યારબાદ નંદેસરીના રઢિયાપુરા ખાતે દારૃના કટિંગ વખતે દરોડો પાડી રૃ.૪૩ લાખના દારૃ સાથે કુલ રૃ.૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઉપરોક્ત બંને ગુનામાં નામચીન લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાની (રોયલ હાઇટ્સ, ધોબી તળાવ પાસે, વારસિયા),સુનિલ ઉર્ફે અદો,મનોજ પાપડ સહિતના સાગરીતોના નામો ખૂલ્યા હતા.જે ગુનામાં મનોજ અને સુનિલની ધરપકડ કરવામાં આવી હતી.પરંતુ લાલુ સિન્ધીનો કોઇ પત્તો લાગતો નહતો. ઉપરોક્ત ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધ્યો હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસએમ ગામેતી સહિતની ટીમ પણ લાલુને શોધી રહી હતી,તે દરમિયાન લાલુ કારમાં શહેરાથી મોડાસા જઇ રહ્યો હોવાની વિગતો મળતાં પોલીસે માલપુર ખાતે કારને આંતરી લાલુને ઝડપી પાડયો હતો.ગુજસીટોકના ગુનાની તપાસ એસીપી પીએન કટારિયા કરતા હોવાથી લાલુને તેમને સોંપવામાં આવ્યો છે.

લાલચંદ ઉર્ફે લાલુ સામે દારૃ ઉપરાંત મર્ડર,ખંડણી,મારામારી જેવા 80 ગુના

દારૃના નેટવર્કના માસ્ટર માઇન્ડ લાલુ સિન્ધી સામે અગાઉ પણ દારૃ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસના કહ્યા પ્રમાણે,લાલુ સામે મર્ડર, ખંડણી,મારામારી અને દારૃ સહિતના કુલ ૮૦ જેટલા ગુના નોંધાયેલા છે.છેલ્લે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયો હતો.

લાલુ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં અત્યાર સુધીમાં તે રાજ્યની જુદીજુદી જેલોમાં પાસા હેઠળ સાત વાર જઇ આવ્યો છે.પોલીસ દ્વારા લાલુના ગુનાઓને લગતી વધુ તપાસ કરવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button