गुजरात

વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Police Bust Gambling Den in Panigate 11 Arrested With Cash and Phones



Vadodara News: વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન જુગારની પ્રવૃત્તિઓ પર પોલીસ કડક નજર રાખી રહી છે, ત્યારે પાણીગેટ વિસ્તારમાં વુડાના મકાનમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગારધામ ચલાવતા સંચાલક સહિત કુલ 11 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત હજારોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીના આધારે પોલીસે પાડી રેડ

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, પાણીગેટ ચંદ્રપ્રભા નગર વુડાના મકાનમાં રહેતો બચુ વસાવા નામનો વૃદ્ધ બહારથી પોતાના મિત્રો અને પરિચિતોને બોલાવીને પોતાના ઘરમાં જ મોટા પાયે જુગારધામ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે એક ટીમ બનાવીને આયોજનબદ્ધ રીતે ઉપરોક્ત મકાન પર દરોડો પાડ્યો હતો.

પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે મધ્યમાં પાના-પત્તા પર પૈસાની હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે જુગારધામના સંચાલક બચુભાઈ કાળુભાઈ વસાવા સહિત કુલ 11 શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની યાદી

બચુ વસાવા (જુગારધામ સંચાલક), મહેશ પાટણવાડિયા, લીલાભાઈ ભીખાભાઈ, નવીન સુરેશભાઈ ચુનારા, કૃણાલ પ્રકાશ રાવ ચીખલે, અભિસિંગ વસાવા, દિપક શંભુભાઈ, પ્રવીણ વણઝારા, રાજેશ રાઠોડ, વિજય રાઠોડ, શંકર માછીની અટકાયત કરી છે. 

રોકડા અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે તમામ 11 જુગારીઓની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ 57,040 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડા રૂપિયા તેમજ 7 નંગ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button