વડોદરાનો પ્રથમ એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર | Vadodara’s first AI based driving test track ready

![]()
આરટીઓ કચેરીમાં એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ અમલમાં લાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ટ્રેકનું સિવિલ વર્ક, સોફ્ટવેર ઇન્સ્ટોલેશન તેમજ ટ્રાયલ-રનની પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી એક સપ્તાહમાં નવી પદ્ધતિથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થાય તેવી શક્યતા છે.
નવી એ.આઈ. આધારિત સિસ્ટમ હેઠળ ૩૬૦ ડિગ્રી હાઈ-રિઝોલ્યુશન કેમેરા અરજદારોની ડ્રાઇવિંગ પ્રક્રિયાનું સતત મોનીટરીંગ કરશે. રોડમાર્કિંગ, વાહનની ગતિ અને દિશાને કેમેરા અને સોફ્ટવેર દ્વારા ડિટેક્ટ કરી આપમેળે પરિણામ જનરેટ કરાશે. પરિણામે ડ્રાઇવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ ઘટી જશે.
આ સિસ્ટમમાં અરજદારની દરેક ડ્રાઇવિંગ મૂવમેન્ટ આપમેળે રેકોર્ડ થશે. ડ્રાઈવિંગ દરમિયાન કરવામાં આવેલી ભૂલો, વાહનનું નિયંત્રણ અને ટ્રેકને અનુસરવાની ક્ષમતા સોફ્ટવેર દ્વારા નોંધાશે.
હાલમાં લેવાતા ચાર મુખ્ય ટેસ્ટ રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લો પ ચઢાણ યથાવત રખાયા છે. નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો સમાવેશ કરાયો છે, જેના કારણે અરજદારોને વાસ્તવિક ટ્રાફિક જેવી પરિસ્થિતિમાં પોતાનું ડ્રાઇવિંગ પરીક્ષાણ કરાવવાનો અનુભવ મળશે.


