VIDEO: હવે ગોવિંદાને પુત્રી સાથે થયો વિવાદ! જુઓ શિલ્પા શેટ્ટીને લઈને કેમ ગુસ્સે થઈ | Govinda Ignores Daughter Tina Ahuja On Shilpa Shetty Show Set Viral Video Sparks Controversy

![]()
Bollywood News : ફિલ્મ શૂટિંગના સેટ પર હંમેશા મોડા પહોંચનારા અને વિવાદોમાં રહેનારા ગોવિંદાની એક હરકતથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. ફિલ્મ અભિનેતા ગોવિંદા આ વખતે પોતાની દીકરી સાથેના વ્યવહારને લઈને ચર્ચામાં આવ્યા છે. પત્ની સુનિતા આહુજા સાથે પોતાના અંગત વિવાદો વચ્ચે ફિલ્મ અભિનેતા ગોવિંદા એક ટીવી રિયાલીટી શૉમાં પોતાની દીકરી સાથે દેખાયા પરંતુ તેમાં નવો વિવાદ છેડાયો છે. ગોવિંદા પોતાની લાડલી દીકરી ટીનાની અપકમિંગ રિયાલીટી ટીવી શો ‘માં હૈ ના’ને લઈને સપોર્ટ કરવા પહોંચ્યા હતા, પરંતુ ગોવિંદાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેમની દીકરી સાથેના સબંધોને લઈને સવાલો ઊભા થઈ ગયા છે.
દીકરીને ગોવિંદાએ કરી ઈગ્નોર!
ટીવી રિયાલીટી શો ‘માં હૈ ના’ને બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં ગોવિંદાના પત્ની સુનિતા આહુજા અને દીકરી ટીના એકસાથે જોવા મળશે. ગોવિંદા સેટ પર પોતાની પ્રિન્સેસને સપોર્ટ કરવા પહોંચ્યા અને પાપારાઝીને વિવિધ પોઝ પણ આપ્યા. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં ગોવિંદા પોતાની દીકરીને ઈગ્નોર કરતા જોવા મળ્યા હતા. ગોવિંદા શિલ્પા શેટ્ટી અને દીકરી ટીના સાથે પોઝ આપી રહ્યા હતા, એ દરમિયાન પોતાના પિતાનો હાથ પકડવા માટે દીકરી ટીના હાથ લંબાવે છે, પરંતુ ગોવિંદા પોતાનો જમણો હાથ પોતાના પેટ પર રાખીને દીકરીને ઈગ્નોર કરી રહ્યા છે. બીજી બાજુ ગોવિંદા શિલ્પા શેટ્ટીની કમર પર હાથ રાખતો પોઝ આપે છે, અને ફોટો અને વીડિયો શૂટ કરાવી રહ્યા છે. પિતાની આવી હરકતના કારણે ટીનાના ચહેરા પર સ્પષ્ટ નિરાશાનો ભાવ દેખાઈ રહ્યો છે.
એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે જોની લીવર!
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા ગોવિંદા!
પોતાની દીકરી સાથેની આ ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ગોવિંદાની આ હરકતને લઈને ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ગોવિંદાએ દીકરી સાથે આવો વ્યવહાર ના કરવો જોઈએ. તો બીજી તરફ કેટલાક ફેન્સનું એવું પણ કહેવું છે કે, ગોવિંદાએ પોતાની દીકરીને ફોટોગ્રાફ્સ માટે બોલાવી હતી, પરંતુ તેમનું ધ્યાન ફોટો પડાવવામાં રહ્યુ અને ગોવિંદા પોતાની દીકરીનો હાથ પકડવાનું ભુલી ગયા.
ટીવી રિયાલીટી શોમાં મા-દીકરી દેખાશે એકસાથે!
મહત્વનું છે કે ટીવી રિયાલીટી શોમાં ગોવિંદાની દીકરી ટીના પોતાની માતા સુનિતા સાથે જોવા મળશે, જેમાં માતા અને દીકરીના પ્રેમ, સમર્પણ, ત્યાગની વાત હશે. આ નવા ટીવી શોને લઈને ફેન્સમાં પણ જબરજસ્ત ઉત્સુકતા જોવા મળી રહી છે.
શ્રીલીલા નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી



