गुजरात

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો સાંભળશે | One Nation One Election Joint Parliamentary Committee JPC Gujarat Tour Priyanka Gandhi Sambit Patra



One Nation-One Election, JPC Gujarat Tour: ‘વન નેશન-વન ઈલેક્શન'(એક દેશ-એક ચૂંટણી)ના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC)એ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિત સમિતિના 39 સભ્યો આજથી ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.

રાજકીય પક્ષોના નેતાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા

જેપીસીના સભ્યો આજે મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમના વિચારો જાણશે. સમિતિની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ સાંજે 5:30 વાગ્યે ગાંધીનગરની ગિફ્ટ સિટી (GIFT City) ખાતે યોજાશે. બીજી તરફ, સમિતિએ 20 મે 2026ના રોજ તમામ રાજકીય પક્ષોને પોતાના વિચારો રજૂ કરવા માટે ગાંધીનગર બોલાવ્યા છે.

ભાજપ-કોંગ્રેસે શું કહ્યું?

આ મુદ્દા પર ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે- ગુજરાત ભાજપ ‘વન નેશન-વન ઈલેક્શન’નું સંપૂર્ણ સમર્થન કરે છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે- કોંગ્રેસ આ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરશે. આ મુદ્દો જનતાના અધિકારો સાથે જોડાયેલો છે અને અમારી તમામ ચિંતાઓને સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. મહત્ત્વનું છે કે ‘વન નેશન-વન ઈલેક્શન’ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા વકીલ પી.પી. ચૌધરી કરી રહ્યા છે. આ સમિતિમાં કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 સાંસદો અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે.

JPC ના અધ્યક્ષ અને સભ્યો (લોકસભાના 27 સભ્યો)

સભ્યનું નામ: પાર્ટી

પીપી ચૌધરી (અધ્યક્ષ): BJP

ભર્તૃહરિ મહતાબ: BJP

પ્રિયંકા ગાંધી વાડ્રા: કોંગ્રેસ

અનુરાગ સિંહ ઠાકુર: BJP

બાંસુરી સ્વરાજ: BJP

ડૉ. સંબિત પાત્રા: BJP

મનીષ તિવારી: કોંગ્રેસ

ધર્મેન્દ્ર યાદવ: SP

કલ્યાણ બેનર્જી: TMC

સુપ્રિયા સુલે: NCP (શરદચંદ્ર પવાર)

ડૉ. સીએમ રમેશ: BJP

પરષોત્તમ રૂપાલા: BJP

વિષ્ણુ દયાલ રામ: BJP

અનિલ બલૂની: BJP

વિષ્ણુ દત્ત શર્મા: BJP

બૈજયંત પાંડા: BJP

સંજય જાયસ્વાલ: BJP

સુખદેવ ભગત: કોંગ્રેસ

છોટેલાલ: SP

ટીએમ સેલ્વાગણપતિ: DMK

જીએમ હરીશ બાલયોગી: TDP

અનિલ યશવંત દેસાઈ: શિવસેના (UBT)

ડૉ. શ્રીકાંત એકનાથ: શિંદે શિવસેના (શિંદે ગ્રૂપ)

શાંભવી ચૌધરી: LJP (રામવિલાસ)

કે. રાધાકૃષ્ણન: CPI (M)

ચંદન ચૌહાણ: RLD

બાળશૌરી વલ્લભનેની: જનસેના પાર્ટી

JPCના અધ્યક્ષ અને સભ્યો (રાજ્યસભાના 12 સભ્યો)

સભ્યનું નામ: પાર્ટી

ઘનશ્યામ તિવારી: BJP

ભુવનેશ્વર કલિતા: BJP

ડૉ. કે લક્ષ્મણ: BJP

કવિતા પાટીદાર: BJP

રણદીપ સિંહ સુરજેવાલા: કોંગ્રેસ

મુકુલ વાસનિક: કોંગ્રેસ

સંજય કુમાર ઝા: JD(U)

સાકેત ગોખલે: TMC

પી વિલ્સન: DMK

સંજય સિંહ: AAP

વી વિજયસાઈ રેડ્ડી: YSR કોંગ્રેસ

માનસ રંજન મંગરાજ: BJD



Source link

Related Articles

Back to top button