ભાવનગર-શકૂર બસ્તી ટ્રેન કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી | Passengers demand to run Bhavnagar Shakur Basti train on a permanent basis

![]()
સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની ફક્ત 5-5 ટ્રીપ જ અપાઈ
ઉમરાળા – દેશની રાજધાની દિલ્હી સાથે ભાવનગર અને અન્ય જિલ્લાના લોકોને સીધુ કનેક્શન મળી રહે તે માટે કાયમી ધોરણે ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનને સપ્તાહમાં એક દિવસ કાયમી ધોરણે ચલાવવા યાત્રિકોની માંગણી ઉઠી છે.
ફાજલ પડી રહેતી રેકનો ઉપયોગ કરી કાયમી સાપ્તાહિક ટ્રેન ચાલે તો મુસાફરોને સુવિધા મળી શકે
રેલવે તંત્ર દ્વારા ભાવનગર-શકૂર બસ્તી-ભાવનગર વચ્ચે આગામી ૨૬મી મેથી ૩૦ જૂન સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવા નિર્ણય લેવાયો છે. વિશેષ ભાડા સાથે ચાલનાર આ ટ્રેનની માત્ર પાંચ-પાંચ ટ્રીપ જ આપવામાં આવી હોય, જુલાઈથી ફરી લોકો દિલ્હીને જોડતી ટ્રેન સુવિધાથી વંચિત થશે. ભાવનગરને દિલ્હીની કાયમી ધોરણે સાપ્તાહિક ટ્રેન મળે તે માટે તાજેતરમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં અને રેલ મંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનને વિશેષ ટ્રેન તરીકે ચલાવવાના બદલે ભાવનગરમાં ફાજલ પડી રહેતી રેકનો ઉપયોગ કરી મુસાફરોને સુવિધા મળી રહે તે માટે કાયમી ધોરણે સાપ્તાહિક ટ્રેનનું સંચાલન કરવા મુસાફરોવર્ગમાં માંગણી ઉઠી છે.



