૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment for mucormycosis

![]()
વડોદરા,રાવપુરા વિસ્તારમાં રહેતા આધેડને મ્યુકરમાઇકોસિસ થતા તેનું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત થયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ, રાવપુરા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષના આધેડને લીવરની બીમારી હોઇ ૧૦ વર્ષ પહેલા અમદાવાદની હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.યોગ્ય સમયે તેઓનું ચેક અપ પણ કરાવવામાં આવતું હતું. થોડા સમય પહેલા કાનમાં ઇન્ફેક્શન થતા તેઓને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓની તબિયત વધારે લથડતા આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.દરમિયાન ઇન્ફેક્સન મગજ સુધી પહોંચી જતા તેે વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચી શક્યો નહતો. તેમનો મૃતદેહ કોલ્ડરૃમમાં રાખવામાં આવ્યો છે. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે કે,લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેવા સમયે આવી ગંભીર બીમારીનો ચેપ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં મ્યુકરમાઇકોસિસસના કેસનું પ્રમાણ વધી ગયું હતું.



