दुनिया

અમેરિકામાં એર શો દરમિયાન હવામાં અથડાયા બે F-18 ફાઇટર જેટ, 4 પાયલોટનો ચમત્કારિક બચાવ | US Air Show Horror: Two F 18 Fighter Jets Collide Mid Air 4 Pilots Miraculously Survive



US Air Show Horror: અમેરિકાના ઇડાહો (Idaho) માં આવેલા એક એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન બે ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે.

હવામાં જ વિમાનોના પરખચ્ચા ઉડ્યા

અમેરિકાના ‘માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ’ (Mountain Home Air Force Base) ખાતે યોજાયેલા એક પ્રખ્યાત એર શો દરમિયાન એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. આકાશમાં સ્ટંટ અને કરતબ બતાવી રહેલા યુએસ નેવી/એરફોર્સના બે અત્યાધુનિક EA-18G ગ્રાઉલર (Growler) લડાકુ વિમાનો વચલા આસમાને એકબીજા સાથે પ્રચંડ વેગે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે હવામાં જ બંને વિમાનોના ટુકડે-ટુકડે થઈ ગયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે બનેલી આ ઘટના બાદ સમગ્ર એરબેઝને તાત્કાલિક લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

4 પાયલોટનો રોમાંચક અને ચમત્કારિક બચાવ

આ ભયાનક અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિમાનો હવામાં જ તૂટતા જોઈ શકાય છે. જો કે, આ કાળજું કંપાવનારા દ્રશ્યો વચ્ચે એક મોટો ચમત્કાર થયો હતો. વિમાનો અથડાવાની બરાબર થોડી જ સેકન્ડોમાં હવામાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયા ‘ઇડાહો સ્ટેટ્સમેન’ ના અહેવાલ મુજબ, બંને વિમાનોમાં સવાર કુલ 4 ક્રૂ મેમ્બર્સ (પાયલોટ) સમય સૂચકતા વાપરીને વિમાન ક્રેશ થાય તે પહેલાં જ સફળતાપૂર્વક ઇજેક્ટ (Eject) થઈ ગયા હતા અને તેઓ સંપૂર્ણ સુરક્ષિત રીતે જમીન પર ઉતરી આવ્યા હતા.

8 વર્ષના લાંબા ઇન્તેજાર બાદ યોજાયો હતો શો

માઉન્ટેન હોમ એરફોર્સ બેઝના પ્રવક્તાએ જણાવ્યું છે કે બંને વિમાનો એરબેઝથી આશરે બે માઈલ દૂર જઈને ખાબક્યા હતા. આ અકસ્માતના પગલે રવિવારે યોજાનારા અન્ય તમામ કાર્યક્રમો તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા છે. નોંધનીય છે કે આ ‘ગનફાઇટર સ્કીઝ એર શો’ (Gunfighter Skies Air Show) પૂરા 8 વર્ષના લાંબા સમય બાદ યોજવામાં આવ્યો હતો, જેની આયોજકો છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા. આ અકસ્માતે એરબેઝના ભૂતકાળના અકસ્માતોની યાદ તાજી કરાવી દીધી છે, જ્યાં 2018માં એક હેંગ ગ્લાઈડર પાયલોટનું મોત થયું હતું અને 2003માં એક થંડરબર્ડ જેટ ક્રેશ થયું હતું. હાલમાં તપાસ ટીમો ઘટનાસ્થળે હાજર છે અને મિલિટરી વિમાનોની સુરક્ષા વ્યવસ્થાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button