કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car driver detained

![]()
લીમખેડાની
ધાનપુર ચોકડી ખાતે પોલીસે વાહનચેકિંગ દરમિયાન એક કારની તલાશી લેતા તેમાંથી
રૃા.૨.૫૬ કરોડની બિનહિસાબી રોકડ રકમ મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી
ઈન્કમટેક્સ વિભાગને જાણ કરી છે.
ગઈ
તા.૧૫મેએ સવારે ૧૦ વાગ્યે દાહોદના લીમખેડા ખાતેની ધાનપુર ચોકડી પાસે લીમખેડા પોલીસ
ટીમ વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન દાહોદ તરફથી આવી રહેલ એક અર્ટિગા કારને રોકી
પોલીસે તલાશી લેતા કારની ડિકિમાંથી ત્રણ પાર્સલ મળી આવ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટો હતી, જ્યારે કારચાલક રાજુ રામુભાઈ નિનામા (રહે.દાહોદ) હોવાનું સામે આવ્યું
હતું.
પોલીસે
ત્રણેય થેલામાંથી મળી આવેલ ચલણી નોટોની
ગણતરી કરતા ૫૦૦ના દરની ૪૯,૭૮૧, ૨૦૦ના દરની ૧૭૩૯, ૧૦૦ના
દરની ૪૪૦૩ અને ૫૦ના દરની ૩૮ નંગ નોટો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાજુ
નિનામાની બીએનએસ ૩૫(૧) મુજબ અટકાયત કરી
રોકડા રૃા.૨,૫૬,૮૦,૫૦૦ તથા કાર સહિત કુલ રૃા.
૨,૬૧,૮૦,૫૦૦ નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે.
પોલીસની
તપાસમાં ખુલ્યું કે, આ રકમ દાહોદ ખાતે આંગડિયા પેઢી ધરાવતા ભરતભાઈ ચોપડાએ ડ્રાઈવર રાજુને
વડોદરા આપવા મોકલ્યો હતો. પોલીસે રકમ સીઝ કરી ઈન્કમટેક્સ વિભાગને રિપોર્ટ સોંપ્યો
છે. આવતીકાલે સોમવારે ઈન્કમટેક્સ વિભાગ આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળે
છે.


