ભૂતનો ડર દેખાડી 7 મુસ્લિમ મહિલા પર રેપ, ઇમામને આજીવન કેદ | Imam gets life imprisonment for raping 7 Muslim women for showing fear of ghosts

![]()
લંડનમાં બાંગ્લાદેશી મુસ્લિમોને નિશાન બનાવ્યા
ભારતીય મૂળના 54 વર્ષના અબ્દુલે પદનો ફાયદો ઉઠાવી 12 વર્ષની સગીરાઓને પણ ભોગ બનાવી
લંડન: લંડનમાં એક ભારતીય મૂળના ઇમામને જીવનભર કેદ રાખવાની અથવા ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી જેલમાં રાખવાની સજા ફટકારવામાં આવી છે. અબ્દુલ હલીમ ખાન નામના આ ભારતીય ઇમામ પર ૧૨ વર્ષીય સગીરા સહિત સાત યુવતીઓ અને મહિલાઓ પર બળાત્કારનો આરોપ હતો જેમાં તેને બ્રિટનની કોર્ટે દોષિત ઠેરવી આ સજા આપી છે.
બ્રિટનના ઇસ્ટ લંડનમાં રહેતા અબ્દુલ હલીમ ખાનને બ્રિટનની સ્નેયર્સબુ્રક ક્રાઉન કોર્ટે વર્ષ ૨૦૦૪થી ૨૦૧૫ દરમિયાન સાત મહિલાઓ, સગીરાઓ, યુવતીઓ પર બળાત્કાર ગુઝારવા સહિતના ૨૧ ગુનાઓનો આરોપી ઠેરવવામાં આવ્યો હતો. જસ્ટિસ લેસ્લી કથબર્ટે ૫૪ વર્ષના ઇમામને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ એવી સ્પષ્ટતા કરી હતી કે ૨૦ વર્ષ સુધી આરોપીને કેદમાંથી છોડવામાં નહીં આવે, ૨૦ વર્ષની સજા ભોગવ્યા બાદ જ તેને પેરોલને લાયક માનવામાં આવશે.
સમગ્ર મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે અબ્દુલ ખાને બાંગ્લાદેશની મુસ્લિમ મહિલાઓ, સગીરાઓને નિશાન બનાવી હતી, બાંગ્લાદેશી મહિલાઓ અવાજ ઉઠાવશે નહીં તેવી ધારણા બાંધીને અબ્દુલે તેમને નિશાન બનાવી હતી. પીડિતાઓનો વિશ્વાસ જીતવા માટે અબ્દુલ સ્થાનિક મસ્જિદમાં ઇમામ તરીકે તેને જે હોદ્દો મળ્યો તેનો ઉપયોગ કરવા લાગ્યો, પીડિતાઓને એવી ખાતરી આપવામાં આવી કે તેમના શરીરમાં ભુત પ્રેત કે જીનની આત્મા છે.
જેને કાઢવાના બહાને સગીરાઓ, મહિલાઓને અત્યંત ગુપ્ત જગ્યાએ મળતો હતો અને ત્યાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. પીડિતાઓને એવો ડર દેખાડવામાં આવ્યો હતો કે જો તે પોલીસને કે કોઇને કહેશે તો કાળા જાદુનો ઉપયોગ કરીને તેના પરિવારને નુકસાન પહોંચાડવામાં આવશે.



