મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા. ૭૦ હજારની લૂંટમાં આરોપીના રેગ્યુલ૨ જામીન નામંજૂર | Regular bail of accused in Rs 70 thousand robbery after kidnapping woman in rickshaw rejected

![]()
મહિલાનું રીક્ષામાં અપહરણ કરી રૂા.૭૦ હજારની લૂંટ ચલાવી તેને બેભાન અવસ્થામાં હાઈવે પર ફેંકી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ઉર્ફે હીરાભાઈ વાળા (રહે. નવા નરોડા, અમદાવાદ. મૂળ રહે, બાબરા, અમરેલી)ની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી છે.
ગઈકાલે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સરકારી વકીલે વાંધો ઉઠાવી દલીલ કરી હતી કે આરોપી સમક્ષ પ્રથમ દર્શનીય બનાવ પુરવાર થયો છે. આરોપી સામે અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ સહિત ૭ ગુનાઓ નોંધાયા છે. આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત નથી.
કોર્ટે નોંધ્યુ કે સીસીટીવી ફૂટેજમાં આરોપી પોતાની થાર કારમાં મહિલાને નેશનલ હાઈવે પર પોરથી વડોદરા થઈ આણંદ બાજુ લઈ જતો હોવાનું સ્પષ્ટપણે જણાય છે. આરોપીના સીડીઆર (કોલ ડિટેઈલ રેકોર્ડ) ફરિયાદ મુજબના સ્થળોએથી મળી આવેલ છે. આરોપીએ પેરોલ જમ્પ કરેલ હોઈ તેવું સ્પષ્ટપણે જણાય છે, જેથી તમામ સંજોગોને ધ્યાને લેતા આરોપીને જામીન મુક્ત કરવો ન્યાયોચિત જણાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ, ૨૦૨૪માં પોર જીઆઇડીસીમાં નોકરી કરીને ઘેર જતી પ્રિયા ગોપાલભાઈ વસાવા (ઉ.૫૧) (રહે. કંડારી ગામ, કરજણ)ને રિક્ષામાં બેસેલ ચાર શખ્સોએ ગોંધી રાખ્યા બાદ તેને બેભાન કરી તેની પાસેના દાગીના, રોકડસહિત કુલ રૂા. ૭૦૭૦૦ની લૂંટ કરી બેભાન હાલતમાં મહિલાને દુમાડ ચોકડી નજીક ફેંકી દઈ આરોપીઓ ફરાર થઈ જવા અંગેનો ગુનો વરણામાં પોલીસ સ્ટેશને નોંધાયો છે.


