गुजरात

‘ગેસ સસ્તો કરો અથવા ભાડું વધારવાની મંજૂરી આપો’ અમદાવાદમાં CNG ભાવ વધારા સામે રિક્ષાચાલકોનો આક્રોશ | ahmedabad rickshaw drivers protest cng price hike



Ahmedabad News: અમદાવાદમાં મોંઘવારીનો વધુ એક ડામ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર પડ્યો છે. જેને લઈને હવે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા CNG (કૉમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના સતત વધી રહેલા ભાવ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોની માંગ છે કે, કાં તો CNGના ભાવ ઘટાડવામાં આવે અથવા તો મોંઘવારીના પ્રમાણમાં રિક્ષાના ભાડામાં તાત્કાલિક વધારો મંજૂર કરવામાં આવે. કોંપ્રેસ્ડ નેચરલ ગેસ

એક મહિનામાં 4 રૂપિયાનો વધારો, રિક્ષા ચાલકોની કમર ભાંગી

યુનિયનના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર એક જ મહિનામાં CNG ના ભાવમાં અંદાજે 4 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, ત્યારે સીએનજીમાં થયેલા આ સતત વધારાએ રિક્ષા ચાલકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો માટે હવે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો : ‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન

છેલ્લે 2023માં વધ્યું હતું ભાડું

યુનિયન પ્રતિનિધિએ દાવો કર્યો કે, છેલ્લે વર્ષ 2023માં રિક્ષાના ભાડામાં સત્તાવાર વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગેસના ભાવ અને અન્ય ખર્ચાઓ ખૂબ વધી ગયા છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, જો સરકાર ગેસના ભાવ નિયંત્રિત ન કરી શકતી હોય, તો મોંઘવારીના વર્તમાન દરને ધ્યાનમાં રાખીને રિક્ષાના મિનિમમ અને રનિંગ ભાડામાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ.

2.5 લાખ લોકોને થઈ શકે છે સીધી અસર

અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં દૈનિક ધોરણે આશરે 2.5 લાખ જેટલા લોકો મુસાફરી માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. જો રિક્ષા ચાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ લાખો મુસાફરોની હાલાકીમાં મોટો વધારો થઈ શકે છે. યુનિયને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો CNG ગેસના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે અથવા ભાડું નહીં વધારાય, તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ઉગ્ર આંદોલન અને ચક્કાજામ સાથે હડતાળ પાડવામાં આવશે.



Source link

Related Articles

Back to top button