दुनिया

ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સાંસદે H-1B વિઝાની ટીકા કરતાં બાલાજી મંદિરનું અપમાન કર્યું | Trump’s party MP insults Balaji temple while criticizing H 1B



ભારતીયોના કારણે અમેરિકનોને નોકરીઓ મળતી નથી : એરિક

એરિક શ્મિટ્ટે હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરને વિઝા  ટેમ્પલ ગણાવીને સોશિયલ મીડિયામાં ફોટો મૂકતા વિવાદ

Donald Trump MP Insult Balaji Temple : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પાર્ટી રિપબ્લિકન વિદેશી નાગરિકોને વારંવાર નિશાન બનાવે છે. ભારત સહિતના વિદેશી નાગરિકો અમેરિકામાં વિઝા મેળવીને નોકરી કરે છે તેના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી એવી દલીલ કરીને વારંવાર ટ્રમ્પની પાર્ટીના નેતાઓ H-1B વિઝા જેવા પ્રોગ્રામ્સ બંધ કરવાની હિમાયત કરતા રહે છે. એવી જ ટીપ્પણી એરિક શ્મિટ્ટ નામના સેનેટરે કરી. એમાં તેણે હૈદરાબાદના બાલાજી મંદિરને નિશાન બનાવતા વિવાદ થયો હતો.

રિપબ્લિકન સેનેટર એરિક શ્મિટ્ટે સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટ મૂકીને H-1B વિઝાની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે H-1B વિઝા કેટેગરી સદંતર બંધ કરી દેવી જોઈએ. H-1B વિઝા મેળવીને વિદેશીઓ અમેરિકામાં આવે છે. તેના કારણે અમેરિકન કંપનીઓ સ્થાનિકોને નોકરીએ રાખતી નથી. સસ્તા વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખી લે છે. ત્યારબાદ એ વિઝાધારકો કાયમી વરસાદ માટે ગ્રીનકાર્ડ મેળવી લે છે.

આ ટીપ્પણી કરવામાં ભાન ભૂલેલા એરિક શ્મિટ્ટે બાલાજી મંદિરનું પણ અપમાન કર્યું હતું. તેણે ફોટો પોસ્ટ કરીને ભારતીયોની ટીકા કરતા લખ્યું કે વિઝા કાર્ટલને હૈદરાબાદમાં પોતાનું વિઝા ટેમ્પલ પણ છે, જ્યાં અનેક ભારતીયો વિઝા મંજૂર થાય તે માટે પાસપોર્ટ લઈને પ્રાર્થના કરવા જાય છે. અમેરિકન કર્મચારીઓએ આ પ્રકારની સિસ્ટમનો સામનો કરવાની જરૂર નથી. આ સિસ્ટમ તુરંત બંધ કરવી જોઈએ.

મંદિરનો ફોટો પોસ્ટ થયો એ પછી અનેક ભારતીય મૂળના નાગરિકોએ અને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક ભારતીયોએ આ નેતાની ટીકા કરી હતી. એ વાત સાચી કે હૈદરાબાદમાં ચિલકુર બાલાજી મંદિરમાં અનેક ભારતીયો H-1B વિઝા મંજૂર થાય તે માટે દર્શન કરવા જાય છે. એવા ઘણાં મંદિરો છે જ્યાં ભારતીયો આ રીતે વિઝા મંજૂરી માટે ભગવાનને અરજ કરે છે, પરંતુ આ આસ્થા પર વ્યંગ કરવો તે બિલકુલ યોગ્ય નથી એમ કહીને ઘણાં લોકોએ ઓનલાઈન એરિકની ઝાટકણી કાઢી હતી.



Source link

Related Articles

Back to top button