યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meetings of various governing bodies

![]()
યુનિફોર્મ સ્ટેચ્યુટ મુજબ કેલેન્ડર અપાયુ
બે માસમાં પાંચ દિવસ અંતર્ગત કુલ સાત મહત્વની બેઠકનું આયોજન
ભાવનગર – મ.કૃ. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી મે-જુન માસ
દરમિયાન યુનિફોર્મ સ્ટેચ્યુટ મુજબ વિવિધ સત્તામંડળનું કેલેન્ડર જાહેર કરાયું છે.
જેમાં કુલ પાંચ દિવસમાં કુલ સાત મીટીંગોનું આયોજન જાહેર કરાયું છે.
ગુજરાત પબ્લીક ુયનિવર્સિટી એક્ટ-૨૩ અંતર્ગત યુનિફોર્મ સ્ટેચ્યુટ મુજબ
આગામી મે તથા જુન માસ માટે વિવિધ સ્તતામંડળ જે લગતા મહત્ત્વના નિર્ણયો લેવા
મીટીંગના કેલેન્ડરની જરૃરિયાત કરાઈ છે. જે મુજબ તા. ૨૫ મેના રોજ તબક્કાવાર
ફાયનાન્સ એન્ડ એકાુન્ટીંગ કમિટી, પરચેઝ કમિટી, બિલ્ડીંગ એન્ડ વર્ક્સ કમિટી યોજાશે તો તા. ૨૯મે ના રોજ બોર્ડ ઓફ ડીન્સ તા.
૧ જુને એકેડેમિક કાઉન્સીલ, તા. ૪ જુને એક્ઝીક્યુટીવ કાઉન્સિલ
અને તા.૫ જુને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મહત્વની બેઠકો મળશે. તેમ જાહેર કરવામાં
આવ્યું છે.



