गुजरात

VIDEO| વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ | Vadodara Congress Corporator Arrested Bodeli Court Orders Remand



Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરી સંખેડા પોલીસને સોંપ્યા બાદ બોડેલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દારૂના કેસ મામલે કોર્ટે આશિષ જોશીના 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરા કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નોંધાયેલા દારૂના જૂના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન આશિષ જોશીનું નામ સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, આશિષ જોશી અમદાવાદમાં તેમના એક સંબંધીને મળવા જઈ રહ્યા હતા ત્યારે રામોલ વિસ્તારમાં પોલીસે લોકેશનના આધારે વોચ ગોઠવી તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જામનગર: ‘JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું’, વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

બોડેલી કોર્ટે 24 કલાકના રિમાન્ડ કર્યા મંજૂર 

સંખેડા પોલીસ દ્વારા બોડેલી કોર્ટમાં રજૂઆત કરી 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીયા બાદ 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ગરમાવો જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કેસ સંબંધિત અન્ય વિગતો રિમાન્ડ દરમિયાન બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





Source link

Related Articles

Back to top button