એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

![]()
લઘુઉદ્યોગ શરૃ કરવાના નામે લોન મેળવી હતી
લોન લાભર્થી મહિલાઓના પતિની પોલીસે ધરપકડ કરી
ભાવનગર – વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૃ કરવા માટે ખોટા બીલોના આધારે લોન મેળવી એસબીઆઈ સાથે રૃ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના મામલે વધુ ચાર આરોપીઓ ઝડપાયા છે.
વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી) અંતર્ગત લઘુઉદ્યોગ શરૃ કરવા માટે ખોટા બીલો રજૂ કરી લોન મેળવી લોનના પૈસા અંતગ ઉપયોગ માટે વાપરી નાખી બેંક સાથે રૃ.૧.૩૫ કરોડની છેતરપિંડી વિશ્વાસઘાત કરનારા બેંકના એજન્ટ સહિત ૬ શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે લાભાર્થીઓ અને એજન્ટ તથા ખોટા બીલ બનાવી દેનારા શખ્સ અને બાદમાં ગત ગુરૃવાર બેંકના ચીફ મેનેજરને ઝડપ્યા બાદ આજે નિલમબાગ પોલીસે લોનના લાભાર્થી મહિલાઓના પતિઓ વિવેક લાલવાણી, પિયુષ શાહ, જીતેષ રાઠોડ અને નિખિલ પંડયાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



