કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત | Labourers Died Due to Toxic Chemical Exposure at Kandla Port

![]()
Kandla Port Gas Leak Incident: કચ્છના કંડલા પોર્ટની જેટી પર જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. શ્રમિકોના મોત મામલે કંડલા પોર્ટ દ્વારા યોગ્ય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કંડલા પોર્ટ પર ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટ પર જેટી નંબર 13 પર લાકડા ભરેલા જહાજમાં દુર્ઘટના બની હતી. જેમાં જહાજમાં માલ ખાલી કરવાની કે અન્ય કામગીરી દરમિયાન 3 મજૂરો અચાનક બેભાન થઈ ગયા હતા. આમ, લાકડામાં વપરાતા ઝેરી કેમિકલની અસરથી 3 શ્રમિકોના મોત થયાની પ્રાથમિક આશંકા છે.
સમગ્ર ઘટનાને પગલે પોર્ટ અધિકારી સહિતના કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા તેઓ મોત નીપજ્યા હોવાનું જણાય છે. કામદારોના મોતથી પોર્ટ વિસ્તારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી. શ્રમિકોના મોત મામલે સ્થાનિક પોલીસ અને કંડલા પોર્ટ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



