गुजरात

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો | Ahmedabad News Geeta Mandir Bus Stand Rickshaw driver thief gang 20 lakhs stolen Kagdapith Police



Ahmedabad News: પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં પેસેન્ડરના કિંમતી સર સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે, ગઇકાલે રાજસ્થાનની મહિલા બસમાં બેસીને નરોડા મેમ્કો ખાતે ઉતરી હતી અને શટલ રિક્ષામાં બેસીને ગીતા મંદિર બસ  સ્ટેન્ડ ઉતરી હતી. રસ્તામાં 20 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલા પર્સની ચોરી થઇ હતી. કાગડાપીઠ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગણતરીના કલાકમાં દાગીના શોધીને મહિલાને પરત આપી દીધા હતા.

રાજસ્થાનથી અમદાવાદ વાયા પૂના જતી હતી મહિલા

રાજસ્થાનમાં પાલી રોડ પર ગામમાં રહેતી મહિલા પૂના જવાનું હોવાથી ગઇકાલે રાજસ્થાનથી બસમાં બેસીને નરોડા મેમ્કો ખાતે ઉતર્યા હતા અને ત્યાંથી ગીતા મંદિર એસ.ટી.બસ સ્ટેન્ડ આવવા માટે રિક્ષામાં બેસીને કાલુપુર આવ્યા બાદ ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવ્યા બાદ તેમનું પર્સ ગુમ થયું હોવાની જાણ થઇ હતી.

પોલીસે શું કહ્યું?

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇના જણાવ્યા મુજબ મહિલાએ પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરી હતી તે તેમના લેડીઝ પર્સમાં 13 તોલા સોનાના અને 1 કિલો ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 5 હજાર હતા. પોલીસે ટીમે બનાવીને નરોડા મેમ્કોથી ગીતા મદિર બસ સ્ટેન્ડ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરીને રિક્ષા નંબર આધારે તપાસ શરુ કરીને ગણતરીના કલાકમાં રિક્ષા શોધીને મહિલાને પર્સ પરત આપ્યું હતું.



Source link

Related Articles

Back to top button