गुजरात

વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri and Manjusar roads in Vadodara



Vadodara Car Fire : વડોદરામાં ગઈ રાત્રે બે વાહનમાં આગ લાગવાના જુદા-જુદા બે બનાવ બનતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગોત્રી રોડ ઉપર એક ખાનગી હોસ્પિટલ પાસે એક કારમાંથી ધુમાડા નીકળતા ચાલક બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ કારમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ કાબુમાં લેવાના પ્રાથમિક પ્રયાસો સફળ નહીં થતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

બીજા એક બનાવમાં વડોદરા પાસેના મંજુસર રોડ પર ગઈ મધરાતે એક ટેમ્પોમાં આગ લાગતા આખો ટેમ્પો આગમાં લપેટાઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ કાબુમાં આવે તેમ નહીં હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વડોદરા નજીક પાટોદ ગામે ભારતમાલા હાઇવે ઉપર એક કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાઈ ગયો હતો. જેથી ગરમીની સાથે સાથે વાહનોમાં આજ્ઞા બનાવવાનું જોખમ વધી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.



Source link

Related Articles

Back to top button