दुनिया

‘હવે ઈરાનનું હાસ્ય બંધ થશે…’ ટ્રમ્પની નવી ધમકી, ઓબામા-બાઈડેન ઉપર પણ વરસ્યાં | Trump Warns Iran Slams Obama Biden Over Policy Secures Release of 5 Foreign Prisoners


Trump Foreign Policy: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નિશાને લેતા જણાવ્યું છે કે, છેલ્લા 47 વર્ષથી આ દેશ અમેરિકા અને સમગ્ર વિશ્વને માત્ર રાહ જોવડાવી રહ્યો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં અત્યંત કડક શબ્દોમાં લખ્યું કે, ઈરાન લાંબા સમયથી અમેરિકા સાથે રમત રમી રહ્યું છે, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ચુકી છે અને ટૂંક સમયમાં જ ‘ઈરાનનું હસવાનું બંધ થઈ જશે’. ટ્રમ્પના આ નિવેદનને ઈરાન માટે ખૂબ જ ગંભીર ચેતવણી માનવામાં આવી રહી છે.

ભૂતપૂર્વ પ્રમુખો ઓબામા અને જો બાઈડેન પર આકરા પ્રહાર

ટ્રમ્પે માત્ર ઈરાન પર જ નહીં, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને જો બાઈડેન પર પણ નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ઓબામા પ્રશાસને ઈરાનને ભારે આર્થિક મદદ કરીને તેને મજબૂત બનાવ્યું હતું. ટ્રમ્પના મતે ઓબામાએ ઈરાન પ્રત્યે જે નરમ વલણ અપનાવ્યું તેનાથી અમેરિકાના સાથી દેશોને મોટું નુકસાન થયું છે. આ સાથે તેમણે જો બાઈડેનને નબળા નેતૃત્વવાળા પ્રમુખ ગણાવ્યા હતા.

'હવે ઈરાનનું હાસ્ય બંધ થશે...' ટ્રમ્પની નવી ધમકી, ઓબામા-બાઈડેન ઉપર પણ વરસ્યાં 2 - image

47 વર્ષથી ચાલી રહેલી વ્યૂહનીતિ અને આર્થિક મદદનો વિવાદ

પોતાની પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને દાયકાઓ સુધી અમેરિકાને મૂંઝવણમાં રાખ્યું છે અને હિંસા તથા વિરોધ પ્રદર્શનો દ્વારા વિશ્વમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઓબામા સરકારના સમયમાં તેહરાનને મોકલવામાં આવેલા અબજો ડોલરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હવે અમેરિકા પહેલા જેવું નથી અને ઈરાન વધુ સમય સુધી દુનિયાને ગેરમાર્ગે દોરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અગાઉ પણ ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને અલગ કરીને પોતાનું કડક વલણ સાબિત કર્યું હતું.

આ પણ વાંચો: નેપાળમાં લેન્ડિંગ સમયે જ વિમાનનું ટાયર ફાટતાં આગ લાગી, 289 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

પાંચ વિદેશી કેદીઓને છોડાવવામાં મોટી સફળતા

ઈરાન સામેની ચેતવણી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય એક મોટી જાહેરાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે તેમની કોશિશના કારણે બેલારૂસ અને રશિયાની કેદમાંથી પાંચ વિદેશી નાગરિકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવ્યા છે. જેમાં પોલેન્ડના ત્રણ અને મોલ્ડોવાના બે કેદીઓનો સમાવેશ થાય છે. આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, તેમની મધ્યસ્થી અને પ્રયાસોને કારણે જ આ કેદીઓની મુક્તિ શક્ય બની છે. આ ઘટના ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ટ્રમ્પના વધતા પ્રભાવ અને તેમની વ્યૂહનીતિને દર્શાવે છે.



Source link

Related Articles

Back to top button