गुजरात

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka Highway Accident Reveals Secret Liquor Cache Inside Eicher Truck



Liquor Seizure In Ahmedabad: અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર આજે (10મી મે) વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગેરકાયદે રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો હતો. ગાંગડ ગામ નજીક દારૂ ભરેલી આઈસર ટ્રક પલટી ખાઈ જતાં ગુપ્ત રીતે છુપાવેલી દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી.

સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, એક આઈસર ટ્રક ધોળકાથી બગોદરા તરફ જઈ રહી હતી. વહેલી સવારે ગાંગડ ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ ટ્રક ચાલક પોલીસ પકડથી બચવા માટે વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત

ટ્રકના ‘ચોર ખાના’માં છુપાવ્યો હતો દારૂ

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આઈસર ટ્રકની અંદર ખાસ પ્રકારનું ‘ચોર ખાનું’ તૈયાર કરવામાં આવ્યું હતું. ટ્રક પલટી મારતા આ ગુપ્ત ખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પલટીના કારણે દારૂની અનેક બોટલો ફૂટી ગઈ હતી અને દારૂ રસ્તા પર વહેવા લાગ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને તપાસ

બગોદરા પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી દારૂનો જથ્થો કબજે કરવાની અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહનના નંબરના આધારે તેના માલિક અને ચાલકની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રકમાંથી કેટલો દારૂ મળી આવ્યો છે તેની ચોક્કસ કિંમત અને બોટલોની ગણતરી કરવામાં આવી રહી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.



Source link

Related Articles

Back to top button