गुजरात

સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે આરોપી ઝડપ્યો | one Arrested for Stealing Gold Jewelry Worth Lakhs in Dhrol Theft Case Jamnagar



Dhrol Theft News: જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં એક મકાનમાં તિજોરીનો લોક રિપેર કરવા આવેલો શખસે મહિલાની નજર ચૂકવીને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને ધ્રોલ પંથક માંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

શું હતી સમગ્ર ઘટના?

24 એપ્રિલ, 2026ના રોજ ધ્રોલ ટાઉનમાં પડધરીના નાકામાં વાણીયા ચોક પાસે આવેલા રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે જાનીબહેન ભરવાડે પોલીસ ફરિયાદીમાં જણાવ્યું હતું કે, તેમની તિજોરીનો લોક ખરાબ થઈ જતાં બાજુની શેરીમાં લોક રિપેર કરવા માટે એક અજાણ્યો કારીગર આવ્યો હતો. જેને જાનીબહેને પોતાના તિજોરીનો લોક રિપેર કરવા બોલાવ્યા હતા. જેમાં કારીગર તિજોરીનો લોક રિપેર કરી રહ્યો હતો, ત્યારે જાનીબહેનને તેલ લેવા જવા કહ્યું હતું. આ દરમિયાન આરોપીએ નજર ચૂકવીને ફરિયાદીની તિજોરીમાં રહેલા સોના-ચાંદીના રૂ.4 લાખથી વધુ દાગીના ચોરીને ફરાર થઈ ગયો હતો. 

સમગ્ર મામલે LCBએ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસી વધુ તપાસ હાથ ધરી હતી. વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાના આરોપી શોધમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને બાતમી મળી હતી કે, ધ્રોલ ટાઉન લતીપુર રોડ વાગુદળીયા પુલ પાસે આરોપી નાનકસિંગ ઇંદરસિંગ ચાવલા (મૂળ. એમપી., રાજગઢ) મુદ્દામાલ સાથે ઊભો છે. જેમાં પોલીસે બાતમીના આધારે આરોપીને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો હતો હતો અને ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 4.57 મુદ્દામાલ કબજે કર્યો છે. 

આ પણ વાંચો: AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીતો ઝડપાયા

આરોપીનો ગુનાહિત ઈતિહાસ 

આરોપી વિરૂદ્ધમાં અગાઉ મધ્યપ્રદેશના જાવરા પોલીસ સ્ટેશન, રતલામ સિટી, ખરગોન જિલ્લાના મેઇનગોન પોલીસ સ્ટેશન અને જાંબવા જિલ્લાના કાલીદેવી પોલીસ સ્ટેશનમાં એમ ત્રણ-ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. 



Source link

Related Articles

Back to top button