સાઇકોટ્રોપિક દવાઓનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ્દ | License of medical store selling psychotropic drugs cancelled

![]()
વડોદરા,નવાયાર્ડ વિસ્તારના મેડિકલ સ્ટોર દ્વારા દવાના વેચાણમાં ગેરરીતિ રાખવામાં આવતાફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટેમેન્ટની તપાસ દરમિયાન નવાયાર્ડ વિસ્તારમાં આવેલી મેસર્સ શિવાની મેડિસિન ખાતે ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. વિવિધ તબક્કાઓની તપાસમાં કોડિન યુક્ત દવાઓ ઉપરાંત નિટ્રાઝેપામ , એલ્પ્રાઝોલામ જેવી માનસિક અસરકારક દવાઓનું પણ માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું. નવેમ્બર ૨૦૧૯માં પ્રથમ વખત ગેરરીતિઓ સામે આવતા દુકાનનું લાયસન્સ ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૨૧માં ફરી કાર્યવાહી કરવામાં આવી હતી.
તાજેતરની તપાસમાં કુલ ૫ પ્રકારની દવાઓનો ગેરકાયદે વેપાર, તેમજ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી નોટિસનો અસંતોષકારક જવાબ જેવી ગંભીર ગેરરીતિઓ નોંધાઈ હતી.


