વડોદરાના વિઝા કન્સલટન્ટને ફસાવી યુપીના બહુનામધારી એજન્ટે 70 લાખ પડાવી લીધા | fraud of 70 lakhs with visa consultant by agent of noida

![]()
વડોદરાઃ વડોદરાના એક વિઝા કન્સલટન્ટ સાથે ઠગાઇનો કિસ્સો બન્યો છે.જેમાં યુપીના ભેજાબાજે વિશ્વાસમાં લઇ જુદાજુદા દેશમાં ગ્રાહકો મોકલવાના નામે વિઝા કન્સલટન્ટ પાસે રૃ.૭૦લાખ પડાવી લેતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
માંજલપુરમાં સમન્વય રેસિડેન્સી ખાતે રહેતા અને જેતલપુર ઇન્ડિયાબુલ્સ ખાતે જીયા ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતા મેહુલ પટેલે પોલીસને કહ્યું છે કે,જાન્યુઆરી-૨૦૨૫માં મારા પર અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી શંભુભાઇ પટેલનો ફોન આવ્યો હતો અને અનેક ગ્રાહકોને ફિનલેન્ડ અને અલબેનિયા મોકલ્યા હોવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો.
મેં મારા ગ્રાહકો તેમજ અન્ય એજન્ટોના ગ્રાહકો મળી કુલ ૧૬ જણાના દસ્તાવેજો મોકલતાં રાજ પટેલે વિઝા માટેની પ્રોસેસ કરી હતી અને કુલ ૭૦ લાખ રૃપિયા માગ્યા હતા.જે રકમ મળે પછી જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાની તેણે વાત કરી હતી.જેથી તેણે આપેલા સરનામે રૃપિયા મોકલી આપ્યા હતા.પરંતુ ત્યાર પછી તેણે ફોન બ્લોક કરી દીધો છે અને કોઇ પત્તો નથી.
અકોટા પોલીસે આ અંગે બહુનામધારી રવિ ઉર્ફે રોકી પટેલ(શતાબ્દી વિહાર સેક્ડર-૫૨,નોઇડા(યુપી) મૂળ નારદીપુર,કાલોલ, ગાંધીનગર) સામે ગુનો નોંધ્યો છે.


