ટેક્સૉસ : ડલ્લાસના શોપિંગ પ્લાઝામાં નિશાન લઈને ગોળીબાર : 12નાં મોત, 3ને ઈજા | Texas: Target shooting at Dallas shopping plaza: 12 dead 3 injured

![]()
– અમેરિકામાં ‘ગન કલ્ચર’ કદી થંભવાનુંનથી
– હુમલાખોર 69 વર્ષનો સેયુંગ- હાન-હો હોવાનું જાણવા મળ્યું છે : પોલીસે 6 કિ.મી. પીછો કરી ગ્રોસરી સ્ટોરમાંથી પકડી પાડયો
ડલાસ (ટેક્સાસ) : અમેરિકામાં ગન કલ્ચર કદી થંભવાનું નથી ? ૧૯મી સદીના પ્રારંભમાં ટેક્ષાસ માટે કહેવાતું ‘વ્હેર મેન કૂડ સર્વાઇવ બાય રાઇડીંગ ફાસ્ટ, એન્ડ શૂટિંગ ફાસ્ટર.’ હજી તો ગન કલ્ચર શમ્યું જ નથી.
ડલ્લાસની ઉત્તરે આવેલા તેના ઉપનગર કેરોલ્ટન સ્થિત, એક શોપિંગ સેન્ટરમાં ગોળીબાર થતાં બેનાં મૃત્યુ થયા હતા જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી.
પોલીસ સૂત્રો જણાવે છે કે, આ ગોળીબાર કૈં આડેધડ થયો ન હતો, ચોક્કસ વ્યક્તિઓને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. ગોળીબાર કરનાર સે હ્યુંગ-હાન- હો બરોબર ઓળખતો પણ હતો. મંગળવારે (સ્થાનિક સમય પ્રમાણે) શહેરના ‘કોરિયા ટાઉન ડીસ્ટ્રીક્ટ સ્થિત કે. ટાઉને પ્લાઝા, આ ઘટના બની હતી. આ વિસ્તાર શહેરનો વ્યાપારી વિસ્તાર છે તે સતત ધમધમતો જ રહે છે.
પોલીસ વધુમાં જણાવે છે કે, તે શંકાસ્પદ ને હત્યા સાથે પહેલા વ્યાપારી સંબંધો પણ હતા. પરંતુ તેણે હત્યાઓ શા માટે કરી તે હજી જાણી શકાયું નથી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ હત્યારાનું નામ સેઉંગ હાન-હો હોવાનું જાણવા મળ્યું છે તેની વય ૬૯ વર્ષની છે
ગોળીબારી કર્યા પછી તે હત્યારો ત્યાંથી નાસી છૂટયો હતો. અને પોલીસે તેનું પગેરૂ દબાવી ૬ કિલોમીટર સુધી તેનો પીછો કરી કર્યો હતો તે દોડતો- દોડતો નાસી ગયો હતો. પોલીસ પણ તેની પાછળ પડી હતી. છેવટે ૬ કી.મી. દૂર એક કરિયાણાની દુકાનમાંથી (ગ્રોસરી સ્ટોર્સ)માંથી તેની ધરપકડ કરી હતી. જોકે, હજી સુધી તેણે તેના આ દુષ્કૃત્યનું કારણ દર્શાવ્યું નથી. કેરોલ્ટનના પોલીસ અધિકારી રોબર્ટો આરેકોન્ડોએ જણાવ્યું હતું.


