राष्ट्रीय

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Year Eligibility For Fixed Term Jobs Under New Labour Code India



New Labour Code India 2026: દેશમાં નવા લેબર કોડનો અમલ થવાની સાથે ગ્રેચ્યુટીના નિયમો પણ બદલાઈ ગયા છે. નવા શ્રમ કાયદાના કારણે ગ્રેચ્યુટી ચુકવણીની રીત બદલાઈ રહી છે. કેટલાક લોકો માટે ચૂકવણી વધી શકે છે, તો ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, ગ્રેચ્યુટીમાં કેટલા જૂના નિયમો યથાવત્ પણ રાખવામાં આવ્યા છે.

નવા લેબર કોડમાં ગ્રેચ્યુટીના નિયમો થોડા સરળ બનાવાયા છે. ફિક્સ્ડ ટર્મ એમ્પ્લૉયમેન્ટ હેઠળ કામ કરનારા કર્મચારીઓ માટે પાંચ વર્ષ ફરજિયાત નોકરીનો નિયમ ખતમ કરી દેવાયો છે. એટલે કે, 1 વર્ષની નોકરી બાદ પણ કર્મચારી ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર બનશે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. સરકારના આ પગલાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો થશે અને તેમને પોતાના હકના પૈસા માટે મહિનાઓ સુધી કંપનીના ધક્કા ખાવા પડશે નહીં.

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

નોકરી મુજબ નિયમો બદલાયા

જોકે કાયમી કર્મચારી માટે હજુ પણ પાંચ વર્ષનો નિયમ લાગુ છે. એટલે કે પરમેનેન્ટ બેઝિસ પર કામ કરતા કર્મચારીઓએ ગ્રેચ્યુટી મેળવવા માટે એક જ કંપનીમાં પાંચ વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે. જો કોઈ કર્મચારી પાંચ વર્ષ પૂરા થયા પહેલા નોકરી છોડે છે તો સામાન્ય રીતે તેને ગ્રેચ્યુટી મળતી નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં (જેમ કે કર્મચારીનું મોત કે કાયમી વિકલાંગતા) શરતમાં છૂટ આપવામાં આવી છે. એટલે કે નવા લેબર કોડમાં પાંચ વર્ષની શરત સંપૂર્ણ ખતમ કરાઈ નથી, પરંતુ નોકરી મુજબ નિયમો બદલાયા છે.

નોકરી છોડો કે છીનવાઈ જાય તો 2 દિવસમાં સેટલમેન્ટ

આ ઉપરાંત Code on Wages-2019 હેઠળ અમલમાં આવેલા આ નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારી સ્વેચ્છાએ નોકરી છોડે, તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની જ બંધ થઈ જાય, તો તે તમામ કિસ્સામાં કંપનીએ બે દિવસમાં જ હિસાબ પૂરો કરવો પડશે. આ સેટલમેન્ટમાં માત્ર છેલ્લા મહિનાનો પગાર જ નહીં, પરંતુ બાકી રહેલી રજાઓના પૈસા(લીવ એનકેશમેન્ટ), પરફોર્મન્સ બોનસ, ઈન્સેન્ટિવ અને ઓફિસના અન્ય ખર્ચના રિઇમ્બર્સમેન્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, જો કોઈ ટેક્સ કપાત, એડવાન્સ સેલરી કે કંપનીના સામાનની પરત સોંપણી બાકી હોય, તો કંપની તે મુજબ કપાત કરી શકે છે.

આ પણ વાંચો : સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના



Source link

Related Articles

Back to top button